Published by : Rana Kajal
આજે આપણે ગુજરાતી ફેમસ વસાણાથી ભરપુર એવું તલનું કચરિયું બનાવવાની રીત શીખીશું.શિયાળો આવે એટલે બધા જ પોતાની સ્વાસ્થ્ય સારું બનાવવાનું વિચારે ઘણા ગુંદરપાક, અડદિયા, ખજૂરપાક, કાચલું જેવી અનેક વાનગીઓ બનાવતાં હોય ને ખાતા હોય છે આવી જ એક વાનગી જે શિયાળા માં ખુબ જ ખવાતી હોય છે એ છે કચરિયું જે સફેદ તલ કે કાળા તલ માંથી બનતી હોય છે તો ચાલો શીખીએ કાળા તલ નું કચરિયું બનાવવાની રીત
કચરિયું બનાવવા જરૂરી સામગ્રી
2 કપ કાળાતલ
1 કપ ગોળ જીણો સુધારેલો
1/2 કપ ખજૂર ના કટકા
1/4 કપ શેકેલા નારિયળનું છીણ
3-4 ચમચી મગત્તરી ના બીજ
3-4 ચમચી કાજુ ના કટકા
3-4 ચમચી બદામ ના કટકા
1 ચમચી ગંઠોડા પાવડર
1 ચમચી સુંઠ પાવડર
5-6 ચમચી તલ નું તેલ
કચરિયું બનાવવાની રીત
1.કચરિયું બનાવવા સૌ પ્રથમ તલ ને બરોબર સાફ કરી લો. ત્યાર બાદ ગેસ પર એક જાડા તરીયા વાળી કડાઈ ગરમ કરવા મૂકો. કડાઈ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી તેમાં તલ નાખી તલ ને શેકી લો. તલ બરાબર શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લો.
2. તલ ઠંડા થઇ જાય એટલે મિક્સર જાર માં લઇ થોડા પીસી લો. ત્યારબાદ ચમચા વડે હલાવી લઈ ફરીથી તલ ને પીસી લો.
3. તલ પીસાઈ જાય પછી 2-3 ચમચી તલનું તેલ નાખી ફરી પીસી તેને ચમચા વડે હલાવી મિક્સ કરો. ત્યારબાદ પીસેલા તલમાં ફરી1-2 ચમચી તેલ નાખી પીસી લો.
4. હવે પીસેલા તલને એક વાસણમાં કાઢી લો. હવે એમાં શેકેલા નારિયળનું છીણ, કાજુના કટકા, બદા મના કટકા,મગતરિના બીજ, ખજૂરના કટકા,ગંઠોડા પાવડર, સુંઠ પાવડરને ગોળ નાખો.
5. બધુ નાખ્યા પછી હાથ વડે બધુ 8-10 મિનિટ બરોબર મિક્સ કરો
6. ત્યારબાદ થોડું થોડું કરીને 3-4 ચમચી તલનું તેલ નાખતા જાઓને મિક્સ ક૨તા જાઓ
7. બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કચારિયાને એક ડબ્બામાં ભરી લો. ત્યાર પછી ઉપરથી કાજુ બદામના કટકા, નારિયળનું છીણ, ખજૂર, મગતરીના બીજ છાંટો. પછી ઉપરથી 2-3 ચમચી તલ નું તેલ નાખો તો તૈયાર છે કચરિયું