ભરૂચ જીલ્લા પોલીસે ચાર અલગ અલગ સ્થળોએથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે પાંચ ઇસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જીલ્લા પોલીસ દ્વારા પક્ષી અને લોકો માટે પ્રાણ ઘાતક એવા ચાઇનીઝ દોરીના વેચાણનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ભરૂચ સી ડીવીઝન પોલીસને બાતમી મળી હતી કે વડદલા ગામની પંચાયત ઓફીસ પાસે બે ઈસમો ચાઇનીઝ દોરીનો જથ્થો લઇ આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળા ઈસમો બાઈક લઇ આવતા પોલીસે તેઓને ટોકી સ્થળ પરથી ચાઇનીઝ દોરીની ૩૦ નંગ બોબીન અને બે ફોન તેમજ બાઈક મળી કુલ ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કીશનાદ ગામના માતા ફળિયામાં રહેતો જેનીલકુમાર પાટણવાડિયા અને આશિષ જયંતી પાટણવાડિયાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
તો આવીજ રીતે ભરૂચ મકતમપુર ગામના નવયુગ સ્ટ્રીટ મહાકાલી મંદિર પાસે રહેતો અવિનાશ ઉત્તમ કહાર પોતાના ઘર બહાર ગલ્લામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે સી ડીવીઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી ચાઇનીઝ દોરીની ૭ નંગ બોબીન મળી કુલ ૧૭૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અવિનાશ ઉત્તમ કહારને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ સી ડીવીઝન પોલીસે બાતમીના આધારે જયોતિ નગર સોસાયટીની બહાર માર્ગની બાજુમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ગુલ મોહર ફળિયાના હિતેશ લાલજી વાઘેલાને ૨૯ નંગ બોબીન અને ફોન મળી કુલ ૧૮ હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો




