તેજસ્વી યાદવ પણ નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમારઅને તેજસ્વી યાદવને શપથ લેવડાવ્યા.
ભાજપ સાથેનો છેડો ફાડ્યા બાદ, બિહારમાં નીતિશ કુમારે લાલુ પ્રસાદ યાદવના પક્ષ સાથે જોડાણ કરીને બિહારના આઠમીવાર મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા. બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણે, નીતિશ કુમારને મહાગઠબંધન સરકારના વડા તરીકે પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે રાબડીદેવી પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે તેજસ્વી યાદવે પણ નીતિશ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. રાજ્યપાલ ફાગુ ચૌહાણે નીતિશ કુમાર અને તેજસ્વી યાદવને શપથ લેવડાવ્યા.