- સાયન્સ ફેકલ્ટીમાં યુવતીનો નમાજ પઢતો વિડીયો સામે આવ્યો
વડોદરાની એમ એસ યુનિવર્સીટીમાં યુવતીનો નમાજ પઢતો વિડીયો સામે આવ્યો છે.
વડોદરાની એમ એસ યુનિવર્સીટીમાં અવારનવાર અનેક ચર્ચાથી વિવાદોમાં આવે છે. અગાઉ એક કપલ નમાજ અદા કરતુ હતું ત્યારબાદ એમ એસ યુનિવર્સીટીના કેમ્પસ એક યુવકનો પણ નમાજ પડતો વિડીયો વાયરલ થયો હતો. તે સમયે હિન્દૂ સંગઠનોએ કેમ્પસમાં હનુમાન ચાલીસા કરી વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે એમ એસ યુનિવર્સીટીની વિજિલન્સ ટીમે કમિટી રચીને હવે આ રીતે નઈ થાય એમ જણાવ્યું હતું.તેમજ કેમ્પસ ન તો નમાજ અદા કરવા માટે છે ન તો હનુમાન ચાલીસા માટે છે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે એમ એસ યુનિવર્સીટીનો વધુ એક વિવાદ કરે તેવો વિડીયો સામે આવ્યો છે. ગત તારીખ 13 જાન્યુઆરી બપોરના સમયે સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગ એક યુવતી નમાજ પઢતી હોવાનું વિડીયોમાં નજરે પડી રહ્યુ છે. ત્યારે હવે એમ એસ યુનિવર્સીટીની ફેકલ્ટી આ અંગે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. વિડીયોને પગલે હિન્દૂ સંગઠનોમાં વિરોધ નોંધાવે તેવી શક્યતા સેવાઈ રહી છે.