સુરતમાં ફરી એક વાર માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતા સિરાજભાઈ શેખ ટેક્સટાઈલમાં માર્કેટમાં શ્રમકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ પત્ની અને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રીનું છે. ગતરોજ તેઓની એક વર્ષની પુત્રી ઘરમાં રમી રહી હતી. દરમિયાન બાળકીની માતા કચરો ફેંકવા માટે બહાર ગઈ હતી. તે વેળાએ1 વર્ષીય બાળકી રમતા રમતા પાણીના ટબમાં પડી ગઈ હતી. થોડા સમય બાદ માતા પરત ઘરે આવીને બાળકીને પાણીમાં ટબમાં જોઈ બુમાબુમ કરી મૂકી હતી. આજુબાજુના સ્થાનિકો ત્યાં આવી બાળકીને તાત્કાલિક સારવાર અર્થે નજીકના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. નાની બાળકીના મોતના પગલે પરિવાર શોકનો માહોલ જોવા મળ્યો હતો.