- શહેરી સિટી બસ સેવામાં ગુરૂવારે રક્ષાબંધનના પર્વે સવારથી સાંજ સુધી બહેનોને મુસાફરી
- ગત વર્ષે સિટી બસના 13 રૂટ ઉપર 8 હજારથી વધુ બહેનોએ મફત મુસાફરીનો લીધેલો લાભ
ગુરૂવારે રક્ષાબંધન તહેવારે નગરપાલિકા સંચાલિત ભરૂચ સિટી બસ સુવિધા દ્વારા બહેનોને સતત બીજા વર્ષે એક દિવસ મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે. સવારથી સાંજ સુધી 13 રૂટો ઉપર બહેનો નિઃશુલ્ક સફર કરી શકશે.

ભરૂચ સિટી બસ સેવા ગત વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ હતી. ત્યારથી જ શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. રક્ષાબંધન પર્વે ભરૂચ સિટી બસ સેવા બહેનો માટે આ વર્ષે પણ મફત મુસાફરીની ભેટ લઈને આવ્યું છે.ભરૂચ પાલિકા દ્વારા ગુરુવારે સવારથી સાંજ સુધી સિટી બસમાં બહેનો માટે મફત મુસાફરીની જાહેરાત કરાઈ છે. ગત વર્ષે રાતે 8 વાગ્યા સુધીમાં મફત મુસાફરીનો 8 હજાર થી વધુ બહેનોએ લાભ લીધો હતો.