મોટાભાગના લોકો કારેલું શબ્દ સાંભળીને જ મોઢું બગાડવા લાગે છે. પરંતુ કારેલામાં અનેક ઔષધિય ગુણો રહેલા છે. તેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં અનેક ફાયદાઓ થાય છે. કારેલા શુગર લેવલને કંન્ટ્રોલ (sugar levels) કરવાની સાથે જ વજન પણ નિયંત્રિત રાખે છે. પરંતુ વધુ પડતા લોકો કારેલા ખાતા નથી, કારણ કે તે કડવા લાગે છે પણ આ કડવાહટ જ શરીરમાં અનેક રોગોનું નિવારણ બને છે. ગુણોથી ભરપૂર કારેલાના જ્યૂસના અન્ય સ્વાસ્થ્ય વર્ધક ફાયદાઓ નીચે મુજબ છે.
ડાયાબિટીસમાં અસરકારક
ડાયાબિટીસના દર્દીઓ માટે કારેલા હંમેશા ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઇન્સુલિન હોય છે, જેને પોલીપેપ્ટાઇડ પણ કહેવામાં આવે છે. કારેલાનું જ્યૂસ શરીરમાં બ્લડ શુગર લેવલને હંમેશા કંન્ટ્રોલમાં રાખે છે. તેને ખાલી પેટે પીવાનું રાખો.
લિવર માટે ફાયદાકારક
કારેલાનું જ્યૂસ તમારા આંતરડાઓને સાફ કરે છે. કારેલાના જ્યૂસમાં મોમોર્ડિકા ચારરેંટિયા નામનું તત્વ હોય છે. આ એક એન્ટિઓક્સીડેન્ટ છે, જે લીવરના કામોને મજબૂત કરીને લિવર ડેમેજથી બચાવે છે. તે ગોલ બ્લેડરના કામને પણ મજબૂત કરે છે.
ઇમ્યૂનિટી સ્ટ્રોંગ કરે છે
કારેલામાં વિટામીન સીની માત્રા ભરપૂર હોય છે. જે શરીરને અનેક વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે. કારેલાનું જ્યૂસ ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે. જેથી શરીર બિમારીઓથી દૂર રહે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ
કારેલાનું જ્યૂસ વજન ઘટાડવામાં ખૂબ મદદરૂપ બને છે. હકીકતમાં કારેલામાં કેલેરીની માત્ર ખૂબ ઓછી હોય છે. જેથી કેલેરી કન્ટ્રોલમાં રહે છે અને વજન પણ વધતો અટકે છે. કારેલાનું જ્યૂસ પીવાથી બોડી ડિટોક્સ થઇ જાય છે અને તેનાથી વજન કન્ટ્રોલમાં રહે છે.
ત્વચા માટે ફાયદાકારક
કારેલાના જ્યૂસમાં વિટામીન એ અને સી જેવા શક્તિશાળી એન્ટિઓક્સિડેન્ટ છે. જે ત્વચાને ગ્લાઇંગ બનાવે છે. આ સાથે જ કારેલાનું જ્યૂસ બ્લડ સર્ક્યુલેશન પણ સુધારે છે. આ સાથે જ તે સ્કિન ઇન્ફેક્શન પણ દૂર કરે છે.