ભરૂચ જિલ્લાના થવા ગામ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભરૂચ જીલ્લામાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા સંચાલિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું.આ શિબિરમાં જીવામૃત બનાવવું, ગૌ કૃપા અમૃતમ કલ્ચર બનાવવું, અળસિયાનું ખાતર, તેમજ પ્રાકૃતિક ખેતી અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.ખેડૂતોને આ અંગે સમજ આપવામાં આવી હતી. અને ખેડૂતો કુત્રિમ ખાતરનો ઉપયોગ છોડી પ્રાકૃતિક ખાતર તરફ વળે તે માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી અને બદલાતા હવામાનમાં રોગ-જીવાત વ્યવસ્થાપન અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં જંતુનાશક દવાના વિકલ્પો, કેનોપી મેનેજમેન્ટ તથા રોગ જીવાત વિશે ખેડૂતોએ પ્રશ્નોત્તરી કરી હતી. જે પ્રશ્નોત્તરીમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પ્રવિણભાઈ માંડણી તેમજ નેત્રંગના તાલુકા વિસ્તરણ અધિકારી યોગેશ પવાર સહિતના અધિકારીઓ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ગ્રામ નિર્માણ કેળવણી મંડળના પ્રમુખ યોગેશ જોશી, નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવાના આચાર્ય ડૉ. દિનેશ પી.ચૌધરી અને મંત્રી માનસિંહ માંગરોલા તેમજ મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ- બહેનોએ તાલીમમાં ભાગ લીધો હતો.




