આજે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે અસાધારણ સિદ્ધી મેળવનાર ને 11 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2023 એનાયત કરશે. PMRBP(Pradhan mantri rashtriya bal puraskar) ના દરેક પુરસ્કાર વિજેતાને એક મેડલ, 1 લાખ રૂપિયાનું રોકડ ઈનામ અને 1 પ્રમાણપત્ર અપાશે.જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 જાન્યુઆરીએ આ પુરસ્કાર વિજેતાઓ સાથે વાતચીત કરશે. કેન્દ્રીય મહિલા તથા બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ આ બાળકો સાથે વાતચીત કરશે અને રાજ્યમંત્રી ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈની હાજરીમાં તેમને શુભેચ્છા પાઠવશે. એવોર્ડ મેળવનારાઓમાં 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 6 છોકરા અને 5 છોકરીઓ સામેલ છે.આ પુરસ્કાર 5 થી 18 વર્ષના બાળકોને કળા, સંસ્કૃતિ, બહાદુરી, ઈનોવેશન, શિક્ષણ, સામાજિક સેવા અને ખેલ ક્ષેત્રમાં તેમની એ અસાધારણ સિદ્ધીઓ માટે અપાય છે જે રાષ્ટ્રીય સ્તરે તેમને માન્યતા આપવાને યોગ્ય હોય છે.