Published by : Rana Kajal
મહારાષ્ટ્રના વાશિમ જિલ્લાનું સૌથી નાનું ગામ ગણેશપુર છે, જેની વસતી 150 થી 200 હશે. આ ગામની પ્રાથમિક સ્કુલની ચર્ચા હાલ સમગ્ર જિલ્લામાં થઈ રહી છે. સ્કુલમાં ધોરણ 1થી 4 સુધીના ક્લાસ છે પરંતુ સ્કુલમાં માત્ર એક જ વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીને ભણાવવા માટે સ્કુલમાં એક જ શિક્ષક છે. આ સ્કુલમાં વિદ્યાર્થીઓની સંખ્યા નથી તેથી માત્ર એક વિદ્યાર્થીને શિક્ષણ આપવામાં આવે છે જ્યાં એક તરફ ઘણા વિદ્યાર્થી સરકારી સ્કુલમાંથી મોઢુ ફેરવી રહ્યા છે, ત્યાં બીજી તરફ કાર્તિક દરરોજ સમયસર સ્કુલમાં પોતાનો અભ્યાસ પૂરો કરવા અને કંઈક કરી બતાવવાના ઈરાદે સ્કુલ પહોંચે છે. કાર્તિક ત્રીજા ધોરણમાં ભણે છે, દરરોજ તેના શિક્ષક તેને ભણાવવા માટે 12 કિમીના અંતરેથી આવે છે. આ બંને રાષ્ટ્રગીત ગાય છે અને બાદમાં કાર્તિકને તેના શિક્ષક ભણાવે છે.
