- મૂર્ધન્ય હારમોનિયમ વાદક તન્મય દેવચકેનાં હાર્મોનિયમનાં સુરે નગરજનોને મંત્રમુગ્ધ કર્યા
માય લિવેબલ ભરૂચ વહીવટીતંત્ર અંર્તગત સીએસઆર અંતર્ગત ગતરોજ સાંજે ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સાંધ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામૂહિક સહકારથી વહીવટી માળખા સાથે ખભેખભા મિલાવવાના હેતુથી ભરૂચ શહેરના સેવાશ્રમ રોડ ઉપર આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે માય લિવેબલ ભરૂચ વહીવટીતંત્ર અંર્તગત સીએસઆર અંતર્ગત સાંધ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી સાંધ્ય સંગીતના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ભરૂચના ઈતિહાસમાં પ્રથમવાર નગરજનો માટે નવલા નજરાણા સમાન સાંધ્ય સંગીતનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભારતના પ્રખ્યાત મૂર્ધન્ય હારમોનિયમ વાદક તન્મય દેવચકે અને તેમની ટીમે મ્યૂઝિક કોન્સર્ટમાં પરફોર્મ કરી સંગીતના સૂરથી મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમમાં સંત કબીરથી લઇને એ.આર. રહેમાન સુધીના ટ્રેક્સ તેમજ ભારતીય શાસ્ત્રીય સહિતના સુર રેલાવી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

કાર્યક્રમમાં જીલ્લા કલેકટર તુષાર સુમેરા,નિવાસી અધિક કલેકટર એન. આર. ધાંધલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગર પાલિકા પ્રમુખ અમિત ચાવડા, ભાજપના આગેવાન ભરતસિંહ પરમાર,બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, ચેનલ નર્મદાના ડાયરેક્ટર હરીશ જોશી,સીએસઆર પાર્ટનર્સ તેમજ અન્ય પધાધિકારી તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.