Published by : Anu Shukla
બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દેશની સરહદ સાથે જોડાયેલા રસ્તાઓ બનાવે છે. આ રસ્તાઓ તે વિસ્તારોમાં બનેલા છે, જ્યાં રસ્તો બનાવવા વિશે વિચારવું પણ મુશ્કેલ છે. બીઆરઓ હાલમાં કયા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે અને કઈ નવી તકનીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે? આ તમામ મુદ્દાઓ પર બી.આર.ઓ.ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ચૌધરીએ જણાવ્યું કે, બીઆરઓની રચના 7 મે, 1960ના રોજ કરવામાં આવી હતી, તે સમયે બીઆરઓ પાસે માત્ર બે જ પ્રોજેક્ટ હતા. આજે 11 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોમાં કામ ચાલી રહ્યું છે. રાજસ્થાનથી લઇને જમ્મુ-કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ, નોર્થ ઇસ્ટ તેમજ એક ટાસ્ક ફોર્સ અંદમાન નિકોબારમાં કામ કરી રહી છે. બ્રોએ અત્યાર સુધીમાં 60,000 કિ.મી. રોડ, 19 એરસ્ટ્રીપ અને ચાર ટનલ બનાવી છે.
આજે સેલા ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે, જે બન્યા બાદ સૌથી લાંબી 13 કિલોમીટર લાંબી ટનલ છે. આ સાથે જ અરુણાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં ઘણી સુરંગો બનાવવામાં આવી રહી છે. આજે 11 ટનલનું નિર્માણ ચાલી રહ્યું છે. જેમાં આસામને અરુણાચલ સાથે જોડતી ટનલ બ્રહ્મપુત્રા નદી નીચે બનાવવામાં આવી રહી છે. તેમાં ત્રણ ટ્યૂબ્સ હશે, જે દુનિયાની સૌથી લાંબી 9.8 કિલોમીટરની રેલવે રોડ ટનલ હશે. આવી બીજી ઘણી વિશેષ સુરંગોનું નિર્માણ થઈ રહ્યું છે. 2021માં બ્રોએ 102 પ્રોજેક્ટ્સ અને પાછલા વર્ષમાં 103 પ્રોજેક્ટ્સ પર કામ કર્યું હતું. બે વર્ષમાં 205 પ્રોજેક્ટનું નિર્માણ થયું.