Published by : Anu Shukla
એક પોલીસ કર્મચારીએ ૨૭ પાનાની અનોખી કંકોત્રી બનાવી છે. જે ઍક રીતે જોતા જનજાગૃતી માટે ખાસ મહત્વની છે. સાયબર ક્રાઇમ સામે લોકોને જાગૃત કરવા માટે પોલીસતંત્ર દ્વારા અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનને વધુ આગળ ધપાવવા અમરેલીના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જ્યાં સાયબર ક્રાઈમ વિશે લોકોને જાગૃત કરવા પોતાના લગ્નની 27 પેજની કંકોત્રીને માધ્યમ બનાવ્યું છે.
નયન સાવલીયા વર્ષ 2019થી ગુજરાત પોલીસમાં અમરેલી જિલ્લામાં જોડાયા બાદ વર્ષ 2021થી સાયબર ક્રાઇમ અમરેલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. જેના કારણે નાગરીકોને સાયબર ક્રાઇમના ભોગ બનતા તેમણે અનેક વાર જોયા છે. જેના કારણે તેઓ હવે લોકોમાં સાયબર ક્રાઇમ વિશે જાગૃતતા ફેલાવવા માટે એક અભિયાન ચલાવી રહ્યા છે. જેના ઍક ભાગ રૂપે પોતાના લગ્નની કંકોત્રીમાં લોકોને સાયબર ક્રાઇમ અંગેની માહીતી અને તેમાથી કેવી રીતે બચી શકાય તે તમામ બાબતો ૨૭ પાનાની કંકોત્રીમાં જણાવવામાં આવી છે.