રૂ. 500થી રૂ 10 હજાર રૂપિયા ટિકિટનો ભાવ…. આવનાર તા ૧ ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની T20 ક્રિકેટ મેચ નરેદ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઇ રહી છે. જેની ટિકિટોનુ વેચાણ શરૂ થઈ ગયું છે.
વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તા 1 ફેબ્રુઆરીના રોજ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 મેચ રમાવવાની છે. 3જી T20મેચની ઓનલાઇન ટિકિટનું બુકીંગ bookmyshow પર શરૂ કરી દેવામાં આવ્યું છે. રૂ.500થી લઇ રૂ. 10,000 સુધીના ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે. સોમવારથી ઓનલાઇન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેને લઈ હવે ક્રિકેટરસિકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરી અને પોતાની ટિકિટ મેળવી શકશે. 2500થી વધારે લોકોએ ઓનલાઇન ટિકિટનુ બુકિંગ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
ટિકિટનો દર 500 રૂપિયાથી લઈ 10,000 રૂપિયા નક્કી કરાયો છે. 500, 1000, 2000, 2500, 4000, 6000 તેમજ 10000 રૂપિયાની એક ટિકિટ મળશે. એમ જણાવાયુ છે. મેદાનની ડાબી અને જમણી બાજુ આવેલા ઉપરના ભાગના K-L અને Q બ્લોકનો ટિકિટનો ભાવ રૂ.500 રૂપિયા રહેશે. મેદાનના ચારેતરફ આવેલા B-C-E- F બ્લોકની ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે.
મેદાનની ચારે તરફ નીચેના ભાગમાં આવેલી રિલાયન્સ D- E બ્લોકની ટિકિટોનો ભાવ 4000 રૂપિયા નક્કી કરાયો છે. અદાણી પેવેલિયન પ્રીમિયમ વેસ્ટ લેફ્ટ અને રાઈટની ટિકિટનો ભાવ 6000 રૂપિયા છે. જયારે અદાણી બેંકવેટ સીટની એક ટિકિટ રૂ. 10,000 રૂપિયામાં મળશે. મેદાનમાં ઉપરની તરફ આવેલા R અને J બ્લોકનો ટિકિટનો ભાવ રૂ 2000 તેમજ 2500 રૂપિયા નક્કી કરાયો છે. જૉકે GCAના સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારથી bookmyshowમાં ઓનલાઈન ટિકિટનું બુકિંગ શરૂ થઈ ગયું છે. માત્ર ઓનલાઇન જ ટિકિટ બુક કરી શકાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર ટિકિટનું કોઈપણ ફિઝિકલ વેચાણ કરવામાં આવશે નહીં. Bookmyshow મારફતે ટિકિટ બુક કરી અને ટિકિટ હોમ ડિલિવરી પણ મેળવી શકાશે એમ જણાવાયુ છે.