Published by : Anu Shukla
- બેંકો ગ્રાહકો સાથે નવા લોકરને 31ડિસેમ્બર સુઘી રીન્યુ કરી શકાશે….
ભરૂચ જિલ્લા સહીત સમગ્ર ગુજરાત રાજયમાં બેંકમાં લોકર ધરાવનારા ખાતેદારોની સંખ્યા વધતી જાય છે. હવે લોકર ધરાવનારા કરારને તા 31ડિસેમ્બર 23સુઘી રીન્યુ કરાવી શકશે. કરાર રીન્યુ કરવાની મુદત લંબાવવામાં આવી છે.
હાલના દિવસોમાં બેંકોમાં લોકરો ધરાવનારા ખાતેદારોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે બેંકમાં લોકર ધરાવતા ખાતેદારોએ બેંક સાથેનો કરાર રીન્યુ કરવાનો હોય છે આ કરાર રીન્યુ કરવા અંગેની તારીખ અગાઉં 1જાન્યુઆરી હતી પરંતું RBIએ લોકર ધરાવનારાઓને રાહત આપી છે અને કરાર રીન્યુ કરવાની મુદત તા 31ડિસેમ્બર સુઘી લંબાવી આપી છે.