Published by : Rana Kajal
આજે પ્રજાસત્તાક દિવસે સની દેઓલની ‘ગદર 2’નો ફર્સ્ટ લૂક પોસ્ટર રિલીઝ થયું છે. આ સાથે ‘ગદર 2’ની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.પ્રખ્યાત ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે 26 જાન્યુઆરી એટલે કે આજે તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ‘ગદર 2’ના ફર્સ્ટ લૂક પોસ્ટર વિશે માહિતી આપી છે. પોસ્ટરમાં સની દેઓલ હાથમાં હથોડી સાથે અને સરદાર તારા સિંહના લૂકમાં ખૂબ જ મજબૂત દેખાઈ રહ્યો છે. આ સાથે ફિલ્મ ‘ગદર 2’ના ફર્સ્ટ લૂક પોસ્ટર પર હિન્દુસ્તાન ઝિંદાબાદ લખેલું છે. એકંદરે ફિલ્મ ‘ગદર 2’નું ફર્સ્ટ લૂક પોસ્ટર ખૂબ જ અદભૂત છે. આ પોસ્ટરે ‘ગદર 2’ માટે ચાહકોની ઉત્તેજના બમણી કરી દીધી છે. દિગ્દર્શક અનિલ શર્મા દ્વારા નિર્દેશિત ‘ગદર 2’ આ વર્ષે સ્વતંત્રતા દિવસના અવસર પર 11 ઓગસ્ટ, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. જ્યારે વર્ષ 2001માં ગદર-એક પ્રેમ કથા પાર્ટ વન રિલીઝ થઈ હતી.




