શાહરૂખ ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ પઠાણ કલેક્શનના મામલે ધડાકો કરી રહી છે. ફિલ્મ સાથે સરપ્રાઇઝ એલિમેંટ તરીકે સલમાન ખાન હતો. સલમાન ખાનને ફિલ્મમાં જોઇને થિયેટર્સ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યા હતા. સાથે જ તેની ફિલ્મ ‘કિસી કા ભાઇ કિસી કી જાન’નું ટીઝર પણ ફિલ્મ સાથે રીલિઝ કરવામાં આવ્યું હતુ.
ટીઝરમાં ભાઇજાનનો અંદાજ જોઇને ફેન્સ ક્રેઝી થઇ રહ્યા છે. આ ઉપરાંત એક એક્ટ્રેસ છે જેના માટે લોકોનું દિલ ધડકી રહ્યું છે. ટીઝરમાં સૌની લાડલી શહેનાઝ ગિલ ની ઝલક જોઇને તેના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા છે.
ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’માં લીડ એક્ટ્રેસ તો પૂજા હેગડે છે. પરંતુ ફિલ્મમાં શહેનાઝનો પણ મહત્વનો રોલ છે. આ શહેનાઝની ડેબ્યુ બોલિવૂડ ફિલ્મ છે.ટીઝરમાં શહેનાઝની માત્ર એક ઝલક જોવા મળે છે, પરંતુ તે તેના ફેન્સ માટે એક ટ્રીટ સમાન છે. શહેનાઝે તેના સોશિયલ એકાઉન્ટ પર ફિલ્મનું ટીઝર શેર કરતાની સાથે જ ફેન્સે પ્રેમ વરસાવવાનું શરૂ કરી દીધું હતું.
4 લાખથી વધુ લાઈક્સ મળી
ફિલ્મના ટીઝરમાં શહેનાઝ ગિલ સાઉથ ઇન્ડિયન લુકમાં જોવા મળી રહી છે. તે સાડી અને ગજરા લગાવેલી જોવા મળે છે. તેની સાથે સલમાન ખાન જોવા મળી રહ્યો છે. બુધવારે સાંજે જ્યારે શહેનાઝે ‘કિસી કા ભાઈ કિસી કી જાન’નું ટીઝર શેર કર્યું ત્યારે ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા. શહેનાઝના ઈન્સ્ટાગ્રામ પર આ ટીઝરને 4 લાખથી વધુ લાઈક્સ મળી છે.