Published by : Rana Kajal
અમદાવાદ
ગુજરાત પોલીસે વ્યાજખોરો સામે લાલઆંખ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે. વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બહાર કાઢવા શહેર પોલીસે જાન્યુઆરીમાં ખાસ ઝુંબેશ શરૂ કરી હતી, જેમાં 20 દિવસમાં પોલીસને વ્યાજખોરો વિરુદ્ધની 400 અરજી મળી છે, જેમાં 100 ગુના દાખલ કરવામાં આવ્યા છે બીજી બાજુ અમદાવાદ શહેર પોલીસ નાના દુકાનદારો કે વેપારીઓ વ્યાજ ખોરોના જાળમાં ન ફસાય તે માટે પોલીસ અધિકૃત રીતે લોન અપાવશે. અમદાવાદ શહેરના પોલીસ અધિકારીઓ વેપારીઓને મળીને વ્યાજખોરીમાં ફસાતા નાગરીકોમાં જાગૃતતા ફેલાવી બેંકના કર્મચારીઓની હાજરીમાં ઓન ધ સ્પોટ લોન અપાવવાની કામગીરી કરશે. અમદાવાદ શહેર પોલીસ આગામી 28, 29 અને 30 જાન્યુઆરી સુધી ‘મે વી હેલ્પ’ નામનો કાર્યક્રમ લોન્ચ કરવા જઈ રહી છે. જેમાં વિવિધ રાષ્ટ્રીયકૃત અને સહકારી બેંક, કોર્પોરેશન સાથે મળીને તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાર્યરત સ્ટ્રીટ વેન્ડરની મુલાકાત લેશે.