Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateEntertainmentમહેન્દ્ર સિંહ ધોનીની ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી…

મહેન્દ્ર સિંહ ધોનીની ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીમાં ધમાકેદાર એન્ટ્રી…

  • ફિલ્મ Let’s Get Marriedથી કરશે ડેબ્યુ

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ફિલ્મ પ્રોડક્શનમાં એન્ટ્રી કરી લીધો છે. પ્રથમ તામિલ ફિલ્મ તેમના પ્રોડક્શન ધોની એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનાવવામાં આવી છે. તેનું મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં ફિલ્મનું નામ અને કાસ્ટનો ખુલાસો કરવામાં આવી છે.

‘LSG: Lets Get Married’

ધોની એન્ટરટેઈનમેન્ટ હેઠળ બનેલી પ્રથમ તમિલ ફિલ્મનું નામ ‘LSG: Lets Get Married’ છે. આ ફિલ્મમાં નાદિયા, હરીશ કલ્યાણ, ઇવાના અને યોગી બાબુ ખાસ ભૂમિકામાં જોવા મળશે.

ધોનીની પ્રથમ તમિલ ફિલ્મના નામની જાહેરાત

આ ફિલ્મનું મોશન પોસ્ટર એનિમેશન પ્રકારમાં બનાવવામાં આવ્યું છે. ધોની દ્વારા નિર્મિત આ ફિલ્મનું નિર્દેશન રમેશ થમિલમાનીએ કર્યું છે. રમેશની આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની નિર્માતા ધોનીની પત્ની સાક્ષી સિંહ ધોની છે. ધોનીએ ખૂબ જ ઓછા બજેટમાં ડેબ્યૂ કર્યું છે. એટલે કે આ ફિલ્મ ખૂબ જ ઓછા બજેટમાં બની છે.

41 વર્ષીય ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રમી રહ્યો છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ટીમની કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. ધોની આઈપીએલની આગામી સિઝન એટલે કે 2023માં પણ રમતા જોવા મળશે. માનવામાં આવે છે કે એક ખેલાડી તરીકે ધોનીની આ છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!