દિલ્હીમા હિટ એન્ડ રનની ધટના બની હતી. જેમા પૂરઝડપે હંકારાતી કારે સ્કુટી ચાલકને અડફેટમા લઈ તેનું મોત નિપજાવ્યું હતું જૉકે પોલિસે આ બનાવ અંગે અત્યાર સુધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.
દિલ્હીમાં હિટ એન્ડ રનનો મામલો સામે આવ્યો છે. ગત રાતે એક કારે સ્કૂટીને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં સ્કૂટી સવાર 2 માંથી એક રસ્તા ઉપર પડી ગયો હતો. ત્યાં જ, બીજા વ્યક્તિનું માથું કારની વિન્ડશિલ્ડ અને બોનેટની વચ્ચે ફસાઈ ગયું. ત્યાર બાદ કાર સવાર તે વ્યક્તિને લઈને 350 મીટર સુધી ઢસડતો રહ્યો. જેના પગલે વ્યક્તિનું મોત નિપજ્યું હતું . પોલીસે આ મામલે 5 લોકોની ધરપકડ કરી છે.
DCP ઉષા રંગનાનીએ જણાવ્યું કે દિલ્હીમાં કેશવ પુરમ વિસ્તારમાં ગત રાતે લગભગ 3 વાગે એક કારે સ્કૂટીને ટક્કર મારી. તેનાથી સ્કૂટી ઉપર સવાર બે પૈકી પાછળ બેઠેલી ઍક વ્યક્તિ કારની બોનેટ સાથે અથડાઈને રસ્તા ઉપર પડી ત્યાં જ સ્કૂટી ચલાવનારનું માથું કારની વિન્ડશિલ્ડ અને બોનેટની વચ્ચે ફસાઈ ગયું અને સ્કૂટી કારના બમ્પરમાં ફસાઈ ગઇ. દુર્ઘટનામાં કાર સવાર સ્કૂટી અને કારમાં ફસાયેલી વ્યક્તિને 350 મીટર સુધી ઢસડતો રહ્યો. તેની ઓળખ કૈલાશ ભટનાગર તરીકે થઈ છે. જ્યારે, સ્કૂટીના સવાર અન્ય વ્યક્તિની હાલત પણ ગંભીર છે. આ દુર્ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યાં છે, જેમાં જોવા મળી રહ્યું છે કે પહેલાં કાર સ્કૂટીને ટક્કર મારે છે, પછી સ્કૂટી અને એક વ્યક્તિને 350 મીટર સુધી ઢસડીને લઈ જાય છે.
પોલીસે જણાવ્યું કે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી PCR વેને જ્યારે કારને જોઈ ત્યારે તેનો પીછો કર્યો. PCRએ થોડી જ સેકેન્ડમાં આરોપીઓની કારને અટકાવી હતી પોલીસે આરોપી પ્રવીણ અને દિવ્યાંશની ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય 3 લોકો ભાગવામાં સફળ રહ્યાં. તે પછી પોલીસે અન્ય ત્રણ આરોપીઓ હર્ષ મુદગલ, ઓમ ભારદ્વાજ અને દેવાંશની પણ ધરપકડ કરી લીધી. આરોપીઓ વિરૂદ્ધ પોલીસે ઇરાદાપૂર્વક હત્યાનો મામલો નોંધ્યો છે.