- લખીગામની રાજા મેલડી ટીમ વિજેતા, બાપા સીતારામ રનર્સ અપ
વાગરા તાલુકાના લખીગામ ખાતે છેલ્લા આઠ વર્ષથી લખીગામ પ્રીમીયર લીગનું આયોજન અદાણી ફાઉન્ડેશન, દહેજ, લખીગામ ગ્રામ પંચાયત અને લખીગામના યુવાનો ભેગા મળીને કરે છે. આ વર્ષની ટુર્નામેંટમાં 32 ટીમના 352 ખેલાડી રમ્યા હતા. એ પૈકી ફાઇનલ મેચ રાજા મેલડી અને બાપા સીતારામ ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં રાજા મેલડી વિજેતા બની હતી.
અદાણી ફાઉન્ડેશન અને લખીગામ ગ્રામ પંચાયત દ્વારા આયોજિત લખીગામ પ્રીમીયર યોજવાનો હેતુ ગામમાં પરસ્પર એકતા રહે, ગ્રામજનો વચ્ચે વ્યવહાર સારો રહે, યુવાનોને પોતાની આવડત પ્રમાણે આગળ વધવાની તક મળે એવા રહે છે. યુવાનો સાથેની પ્રવૃતિના ભાગરૂપે શરૂ થયેલી લખીગામ પ્રીમીયર લીગ સમગ્ર વાગરા અને આમોદ તાલુકામાં જાણીતી બની છે. ખેલાડીઓ સાથે અનેક દર્શકો આ ટુર્નામેંટમાં આવે છે. કુલ 32 ટીમ પૈકી રાજા મેલડીએ ફાઇનલમાં વિજેતા ટ્રોફી જીતી હતી અને બાપા સીતારામ ટીમ ઉપવિજેતા રહી હતી. વિજેતા ટીમને અદાણી ફાઉન્ડેશનના યુનિટ સીએસઆર હેડ સુશ્રી ઉષા મિશ્રાના હસ્તે અને ઉપવિજેતા બાપા સીતારામ ટીમને લખીગામના ઉપસરપંચ શ્રી સતીષભાઈના હસ્તે ટ્રોફી એનાયત થઈ હતી.
આ ટુર્નામેન્ટની યુવા થીમ લાઇનમાં રમતગમતની ભાવનાને પ્રોત્સાહન અને વ્ય્સન મુક્તી માટેની હતી. ફાઇનલ મેચ દરમિયાન લખીગામની શાળાના બાળકો દ્વારા એક વ્યસન મુક્તી પર નાટક રજૂ કર્યું હતું.




