Published by : Vanshika Gor
મુંબઇ : શિલ્પા શેટ્ટી અને કે કે , ઈરફાન, કંગના રણૌત તથા ધર્મેન્દ્ર સહિતના કલાકારો ધરાવતી ‘લાઈફ ઈન મેટ્રો’ ૨૦૦૭માં ભારે લોકપ્રિય બની હતી. હવે તેનો બીજો ભાગ ‘મેટ્રો ઈન દિનોં’ આગામી ડિસેમ્બરમાં રજૂ થશે. આ ફિલ્મમાં પહેલીવાર આદિત્ય રોય કપૂર તથા સારા અલી ખાનની જોડી દેખાશે.
ફિલ્મમાં સારા અલી ખાન અને આદિત્ય રોય કપૂર ઉપરાંત અનુપમ ખેર, નીના ગુપ્તા, પંકજ ત્રિપાઠી,અલી ફઝલ અને ફાતિમ સના શેખ જેવા સ્ટાર્સ જોવા મળવાના છે. કોંકણા સેન શર્માને રિપીટ કરવામાં આવી છે.
માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર આ ફિલ્મની પ્રેરણા ૨૦૦૭ની લાઈફ ઈન મેટ્રો પરથી જ લેવામાં આવી છે તેમ છતાં પણ તે તેની સિકવલ કે બીજો ભાગ નથી. બંનેની વાર્તા વચ્ચે કોઈ કનેક્શન નહીં હોય. પરંતુ, ફિલ્મનો એ જ મૂડ અને ટ્રીટમેન્ટ જોવા મળશે.૨૦૦૭ની લાઈફ ઈન મેટ્રોનાં ગીતો સુપરહિટ થયાં હતાં. જોકે, બોલીવૂડ મ્યૂઝિકની પાછલાં કેટલાંક વર્ષોથી કથળેલી સ્થિતિ જોતાં એ સંગીતનું પુનરાવર્તન થશે કે કેમ તે અંગે શંકા સેવાય છે.