નાયબ વન સંરક્ષક સામાજીક વનીકરણ વિભાગ ભરૂચની કચેરીમાં કચેરી અધિક્ષક તરીકે ફરજ બજાવતા મહિપતસિંહ નટવરસિંહ યાદવને શ્રેષ્ઠ વહીવટી કામગીરી બદલ ગુજરાત રાજ્ય વન વિભાગે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા
74માં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે અગ્ર મુખ્ય વનસંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ એસ કે ચતુર્વેદી અને અન્ય વરિષ્ઠ ગુજરાતના વન અધિકારીઓએ પ્રશસ્તિપત્ર આપી આ કર્મનિષ્ઠ કર્મચારીને સન્માનિત કરતા વન વિભાગના કર્મચારીઓમાં આનંદ લાગણી વ્યાપી ગઈ છે. મહિપતસિંહ એન યાદવ છેલ્લા 12 વર્ષથી ભરૂચ ગવર્મેન્ટ એમ્પ્લોઇઝ કૉ- ઓપરેટિવ ક્રેડીટ સોસાયટીના ચેરમેન તરીકે માનદ સેવા આપી રહેલ છે. તેઓની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને કર્મયોગીની ભાવના સાથે સંસ્થા માટે અથાગ પરિશ્રમ કરી સંસ્થાને રાજ્ય કક્ષાએ 2016-17ના વર્ષમાં શ્રેષ્ઠ વહીવટીનો એવોર્ડ મળવા બદલ તેમની વહીવટી કામગીરીને સંસ્થાના પાંચ હજારથી વધુ કર્મચારીઓએ બિરદાવી છે.
મહિપતસિંહ યાદવ સામાજિક અને ધાર્મિક પથ ઉપર જીવન જીવવાનો ધ્યેય ધરાવતી વ્યક્તિ છે તેઓ કામ કરવામાં માને છે.વન વિભાગમાં પોતાની ફરજ બજાવતા ઔદ્યોગિક એવા ભરૂચ જિલ્લામાં ઘનિષ્ઠ વૃક્ષારોપણ થકી જીલ્લો હરિયાળો બને તે માટે સતત પ્રયત્નશીલ છે અને તે ક્ષેત્રે પણ તેમની ઉમદા કામગીરી જોઈ શકાય છે.




