ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ ચોરીના ગુનામાં પકલાયેલ આરોપીઓને પકડવા અનુસંધાને પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનાનો છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી અંકલેશ્વર બસ ડેપો વિસ્તારમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે સ્થળ પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન પોલીસે શંકાસ્પદ ઈસમની અટકાયત કરી હતી. તેની પૂછપરછ કરતા તે વાલિયા તાલુકાના ચમરિયા ગામમાં રહેતો મુકેશભાઇ અમરસીંગભાઇ વસાવા હોવાનું જણાવ્યું હતું. તે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન તથા અંક્લેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં સંડોવાયેલ હોવાનું કબુલ્યું હતું. પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.




