- ભારતમા પ્રથમ વાર કેરેલામાં ટ્રાન્સજેન્ડર પુરુષ પ્રેગનેન્ટ બન્યો છે. જે આવતા મહીને બાળકને જન્મ આપશે…
- આ અંગે વિગતે જોતા જહાદ અને જિયા પાવલે ઇન્સ્ટાગ્રામ ઉપર જણાવ્યું હતું કે બાળકનો જન્મ માર્ચ મહિનામાં થશે
દેશમાં આ પહેલો એવો મામલો છે જ્યારે એક ટ્રાન્સ વ્યક્તિ એક બાળકને જન્મ આપશે. છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહેલાં જહાજ અને જિયા પાવલે આ ગુડ ન્યૂઝને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યાં છે.જિયા પાવલ એક ડાન્સર છે. તે એક પુરૂષ તરીકે જન્મયો હતો. પછી તે એક મહિલામાં બદલાઈ ગઇ. ત્યાં જ, જહાદ એક મહિલા તરીકે જન્મી હતી અને પછી તે પુરૂષ બની ગયો હતો. જહાદે ગર્ભવતી બનવા માટે પોતાના ટ્રાજિશનિંગ પ્રોસેસને બંધ કરી દીધી છે.
મને માં બનવા માટે મારું સપનું અને પિતા બનવા માટે મારા પાર્ટનરના સપનાને અમે સાકાર કરવા જઈ રહ્યા છીએ. જહાદના ગર્ભમાં આઠ મહિનાનું ભ્રુણ છે. જોકે, હું જન્મથી કે પોતાના શરીરથી એક મહિલા હતી નહીં, પરંતુ મારી અંદર એક સપનું હતું કે મને કોઈ ‘મા’ કહીને બોલાવે…અમારા સંબંધોને ત્રણ વર્ષ થઈ ગયા છે. મારા માતા બનવાના સપનાની જેમ જ જહાદનું પિતા બનવાનું સપનું છે અને આજે આઠ મહિનાનું જીવ તેની મરજીથી તેના પેટમાં છે.’
જહાદે સર્જરીને ગર્ભાવસ્થા માટે અટકાવી
જિયાએ જણાવ્યું- જ્યારે અમે સાથે રહેવાનું શરૂ કર્યું, ત્યારે અમે વિચાર્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરોથી અલગ હોવું જોઈએ. મોટાભાગના ટ્રાન્સજેન્ડર કપલનું સમાજ અને તેમના પરિવારના લોકો બહિષ્કાર કરે છે. અમે એક બાળક ઇચ્છતાં હતાં, જેથી આ દુનિયામાં અમારો સમય પૂર્ણ થયા પછી પણ કોઈ અમારું જીવિત હોય. જ્યારે અમે બાળકનો નિર્ણય લીધો, ત્યારે જહાદની બ્રેસ્ટ રિમૂવલ સર્જરીની પ્રક્રિયા ચાલી રહી હતી, જેને ગર્ભાવસ્થા માટે રોકી દીધી હતી. જૉકે કપલે પહેલાં એક બાળકને દત્તક લેવાની યોજના બનાવી હતી અને પ્રક્રિયા અંગે પૂછપરછ પણ કરી હતી. પરંતુ કાયદાકીય કાર્યવાહી તેમના માટે થોડી પડકારજનક હતી કેમ કે તેઓ એક ટ્રાન્સજેન્ડર કપલ છે. આ કારણે તેઓએ પીછે હઠ કરી હતી.