Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય…કમ્પ્યુટરની ફીમાં કર્યો...

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય…કમ્પ્યુટરની ફીમાં કર્યો વધારો…

Published by : Rana Kajal

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે મળેલી સામાન્ય સભામાં 15 પ્રસ્તાવ પૈકી એક માત્ર પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.  એ પ્રસ્તાવ છે કે વિદ્યાર્થીઓ માટેની આચારસંહિતા, આદર્શ નાગરિક બનવા માટે આદર્શ વિદ્યાર્થી બનાવવાનો પ્રસ્તાવ બોર્ડની બેઠકમાં મંજુર થયો. ધોરણ 9 થી 12માં વિદ્યાર્થીઓ માટે આ પ્રસ્તાવ લાગુ રહેશે. વિદ્યાર્થીઓની હાજરી, અભ્યાસ, ગૃહકાર્ય, શિસ્ત અને શૈક્ષણિક વિકાસને આવરી લેવાશે. ગુજરાતી માટેના કાર્યોમાં શૈક્ષણિક ઉચ્ચતિ માટેના કાર્યોમાં સક્રિય રીતે વિદ્યાર્થી ભાગ લે આ પ્રકારની આચારસંહિતા બનાવાય. 

શિક્ષકો અને અન્ય સ્ટાફે શાળામાં ભારતીય સંસ્કૃતિ મુજબ કપડા પહેરવાના પ્રસ્તાવને અસ્વીકાર કરવામાં આવ્યો છે અને આ બાબતે જે તે શાળા નિર્ણય કરે તેવું બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવનારા વર્ષ માટે બજેટ રજુ કરાયું હતું. કમ્પ્યુટર વિષયની ફી વધારવાના પ્રસ્તાવને ચર્ચા બાદ હવે ફી રૂપિયા 150 કરવામાં આવી હતી. પ્રસ્તાવ રૂ. 400 કરવાનો હતો. હાલ કમ્પ્યુટર વિષયની ફી રૂ. 50 વસૂલાય છે જે હવેથી રૂ. 150 કરાઈ છે.ધો. 9થી12ના કોમ્પ્યુટર વિષયની ફીમાં વધારો કરાયો છે. કમ્પ્યુટર વિષયની ફી રૂ. 50થી વધારી રૂ. 150 કરાઈ છે. આજે મળેલી બોર્ડની સામાન્ય સભામાં ફી વધારો કરાયો છે.  24 વર્ષ બાદ કોમ્પ્યુટર વિષયની ફી વધારવામાં આવી છે. હવેથી કોમ્પ્યુટર વિષયની વાર્ષિક ફી રૂ. 600ની બદલે 1800 ભરવી પડશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security