Saturday, May 16, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratજૂનાગઢમાં બીજી 5000 વર્ષ કરતા વધુ જૂની તોપો મળી આવી...

જૂનાગઢમાં બીજી 5000 વર્ષ કરતા વધુ જૂની તોપો મળી આવી…

જૂનાગઢની 5,000 વર્ષ જૂની ધરોહર આમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણ રૂપ સાબીત થઈ રહી છે. ત્યારે વધુ 22 જુની તોપો પણ મળી આવી છે…. સાચેજ કહેવાયુ છે કે જૂનાગઢ એટલે ઇતિહાસના બંને સુવર્ણ અક્ષરે લખાયેલ એવી નગરી કે જેના પથ્થરોમાં પુરાણી વાતો જોવા મળે. જેમકે સંત સુરા અને સાવજોની ભૂમિથી ઓળખાતી જૂનાગઢ નગરીના એક એક કાંગરે ઇતિહાસના દાયકાઓને વર્ણવતી વાતો પડી છે. ગીરનાર જેવા પર્વત પર પાંચ ઊંચા શિખરો આવેલા છે. પાંચ પર્વતો ઉપર 866 મંદિરો આવેલા છે. જેના દર્શનાર્થે લાખો ભક્તો આવે છે. તો જૂનાગઢના ઇતિહાસ જાણવા દેશ-વિદેશથી પ્રવાસીઓ આવે છે. ત્યારે ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું રીનોવેશન થતાં જૂનાગઢના આકર્ષણમા વધુ વધારો થયો છે. કિલ્લાનું છેલ્લા દોઢ વર્ષથી રીનોવેશનનું કામ ચાલુ હતું, જે હવે પૂર્ણતાના આરે છે. કદાચ આ મહિનામાં જ પ્રવાસીઓ માટે કિલ્લો ખુલ્લો મુકવામાં આવશે. ત્યારે મહત્વની વાત એ છે કે, કિલ્લાના ખોદકામમાં દરમિયાન ઘણી વસ્તુઓ પણ મળી છે, જેમાં મળેલી 22 તોપો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે ઉપરકોટના કિલ્લાના ઇતિહાસમા.

પ્રાચીન સમયમાં જૂનાગઢને રૈવત નગરી તરીકે પણ ઓળખવામાં આવતું હતું. જે કિલ્લાના પથ્થરોમાં ખાસીયત હોવાનુ જણાયું છે ઉપરકોટના કિલ્લાનું નિર્માણ 5000 વર્ષ પૂર્વે કંસના પિતા અને હિન્દુ ચક્રવર્તી રાજા ઉગ્રસેને કરાવ્યું હતું. ઉપરકોટથી જાણીતા બનેલા આ કિલ્લાને પહાડની ટેકરી પર બનાવવામાં આવ્યો હતો. દુશ્મનો જ્યારે કિલ્લા પર હુમલો કરતા હતા ત્યારે અહીંનું સૈન્ય અને તોપો કિલ્લાને બચાવતી હતી. આ કિલ્લા પર અનેક વખત હિન્દુ અને મુસ્લિમ રાજાઓએ ચડાઈ કરી હતી. તેમ છતાં આ કિલ્લાની એકપણ કાંકરી ખરી નહોતી. રીનોવેશન માટે સરકારે કરોડો રૂપિયા મંજૂર કરી જૂનાગઢ આવતા પ્રવાસીઓને અલગ ભેટ આપી છે. આ કિલ્લાનું નિર્માણ હિન્દુ ચક્રવર્તી રાજા ઉગ્રસેને કરાવ્યું હતું.

ઉપરકોટના કિલ્લામાં બૌદ્ધ ગુફાઓ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે આ કિલ્લામાં પોર્ટુગીઝ સમયમાં દીવમાં રાખવામાં આવેલી માણેક અને નીલમ તોપ પણ જોવા મળે છે. વળી જે તે સમયે જૂનાગઢના રાજાઓ દ્વારા તેમનું સૈન્ય અને નગરજનો માટે પીવાનું પાણી અને અનાજ કોઈ પણ પરિસ્થિતિમાં પૂરું પાડી શકાય તે માટેના કોઠારો પણ બનાવ્યાં છે. જે હવે રીનોવેશન કરી નવા રંગ રૂપમાં લોકોને જોવા મળશે.આ કિલ્લામાં માણેક અને નીલમ તોપ પણ જોવા મળે છે.

ઉપરકોટના દરવાજા પર તોપ પણ રાખવામાં આવતી તેમજ રિનોવેશનના ખોદકામ દરમિયાન 22થી વધુ તોપો મળી આવી છે. પહેલાં યુદ્ધ સમયે આ કિલ્લા પરથી તોપ ચલાવવામાં આવતી જે જૂનાગઢના નવાબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. હાલ નીલમ અને માણેક નામની બંને તોપો ઉપરકોટની આન બાન અને શાનમાં વધારો કરી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security