Published by : Rana Kajal
ગુજરાત રાજ્યમાં વીજળી પડવાની ધટના વારંવાર બનતી હોય છે. આવી ઘટનામાં લોકોના જીવ પણ ગયા છે. તેવામાં હવે વીજળી પડવા અંગેની આગોતરી જાણકારી મળી રહે તેવી શોધ કરવામાં આવી છે.ગુજરાત રાજ્યમા લાઈટનિંગ ડિટેક્શન સેન્સરની મદદથી વીજળીની આગાહી કરી શકાય તેવું અનુમાનિત મોડેલ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરની ખાનગી યુનિવર્સિટીમાં સ્થાપિત લાઈટનિંગ ડિટેક્શન સેન્સર 98%થી વધુ ચોકસાઈ સાથે 300 કિમી ત્રિજ્યામાં વીજળીની ઘટનાઓ શોધી શકે છે. આગામી સમયમાં લાઈટનિંગમાંથી રિન્યુએબલ એનર્જી જનરેટ કરવા પર અભ્યાસ પણ શરૂ કરાશે. એમ જાણવા મળી રહ્યું છે લાઈટનિંગમાંથી રિન્યુએબલ એનર્જી જનરેટ કરવા પર અભ્યાસ કરાશે…
નવરચના યુનિવર્સિટીના સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજીના ફેકલ્ટી ડૉ. પલ્લવી ઘળસાસીના અને તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ લાઇટિંગની ઘટનાઓની આગાહી કરવા માટે અનુમાનિત મોડેલ બનાવ્યું છે. યુનિવર્સિટીએ નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર ઇસરો હૈદરાબાદ સાથે એમઓયુ કર્યું છે. એમઓયુ દ્વારા 98%થી વધુ ચોકસાઈ સાથે 300 કિમી ત્રિજ્યામાં વીજળીની ઘટનાઓ શોધવા માટે યુનિવર્સિટીમાં લાઈટનિંગ ડિટેક્શન સેન્સર સ્થાપિત કરવામાં આવ્યું છે. વધુમા ડૉ. પલ્લવીએ જણાવ્યું હતું કે, એનઆરએસસી પાસે ભારતમાં આવા સેન્સરનું વિશાળ નેટવર્ક છે જેમાં ડેટા સાયન્સ, કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ જેવી વિવિધ શાખાઓના વિદ્યાર્થીઓ પ્રોજેક્ટનો ભાગ બન્યા છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ એવા સ્થળોને શોધવાનો છે જયાં વીજળી પડવાની શકયતાઓ વઘારે છે.
ગુજરાતમાં વીજળી પડવાની ઘટનાઓનો ઈતિહાસ છે. જે ઘટનાઓના ડેટા, વિદ્યાર્થીઓ સંવેદનશીલ સ્થળો અને સમય સાથે ગુજરાત રાજ્યમાં તેમના સ્થળાંતરનો નકશો બનાવવામાં આવ્યો છે. મેપિંગ થી એલિવેશન, જમીન આવરણ, પવન અને વીજળી પાછળ તાપમાન જેવા સંભવિત પરિણામોની ભૂમિકા સમજવામાં મદદ મળી છે. નકશાના વિઝ્યુલાઇઝેશન પરથી બાંધકામ થયું હોય તેવા વિસ્તાર પણ વીજળીને આકર્ષવા માટે જોખમી બનતો જોવા મળ્યો હતો જેના માટે વધુ અભ્યાસની જરૂર છે. એમ પણ અભ્યાસ દ્વારા જાણવા મળેલ છે.
આ સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું કે 33% નુકસાન વીજળીને કારણે થાય છે. સંવેદનશીલ સ્થાનો લાઇટનિંગ એરેસ્ટર્સ મૂકવા, નુકસાન ઘટાડવા માટે પ્રારંભિક ચેતવણી ના પગલા લેવામાં આવે તેવું સૂચન કર્યું છે.




