Published by : Rana Kajal
અદાણી ગ્રૂપના મામલે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની મુખ્ય શાખા બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું
અદાણી ગ્રુપના માલિક ગૌતમ અદાણી હિંડનબર્ગ રિપોર્ટના ઘટસ્ફોટ બાદ વિવાદોમાં ફસાયા છે.જેને લઈ કોંગ્રેસ પાર્ટી દ્વારા દેશભરમાં SBI બેંકની શાખાઓ અને LICની શાખાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસે જિલ્લા પંચાયતની સામે આવેલ SBI બેન્કની શાખા નજીક બેનર સહિત પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરી વર્તમાન સરકાર વિરોધ સુત્રોચાર કરી રોષ વ્યકત કર્યો હતો.જેને ભરૂચ પોલીસ વિભાગ દ્વારા અટકાવી પ્રદર્શન કરતા કોંગ્રેસ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા,નગરપાલિકાના વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા,ઝુબેર પટેલ,ઇબ્રાહિમ કલકલ સહિતના કોંગી આગેવાનોની અટકાયત કરી હતી.





