Published by : Rana Kajal
ગુજરાત રાજ્યના વઢવાણમાં અંગત અદાવતમાં ત્રણની હત્યાનો બનાવ બન્યો હતો. પિતા, પુત્ર અને પુત્રવધુને રહેશી નાખવામાં આવ્યા હતા. વઢવાણના ફૂલગ્રામમાં ટ્રીપલ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. એક જ પરિવારના પિતા, પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે. હત્યારો ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ ફૂલગ્રામમાં આ ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી છે.આરોપી ભગાભાઈ ફરાર થઈ ગયો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ફૂલગ્રામમાં એક જ પરિવારના ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. હત્યા નીપજાવનાર આરોપી ભગાભાઈ નાગજીભાઈ નાશી છૂટતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જૉકે પ્રાથમિક તપાસમાં અંગત અદાવત રાખીને હત્યા નીપજાવી હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરી હતી. હત્યા કરીને ફરાર થયેલા હત્યારાને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આખરે કેમ ત્રણ લોકોની કરપીણ હત્યા કરવામાં આવી અને સમગ્ર મામલો શું છે તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.




