Published by : Rana Kajal
વિશ્વમાંથી સહાય પહોચી…ભારત સહિત 70 દેશો મદદે પહોંચ્યા તુર્કીની સીમા પર થયેલ ભૂકંપનો બનાવ ખૂબ ભયંકર સાબીત થઈ રહયો છે. અત્યાર સુધી 7900કરતા વધુ મૃતદેહો મળી આવ્યા છે અને હજી પણ કાટમાળમાંથી મૃતદેહો મળી રહ્યાં છે.આ સાથે ભારત સહિત વિશ્વમાંથી ભૂકંપગ્રસ્ત વિસ્તારોમા મદદ પહોચી રહી છે .
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે મૃત્યુનો આંકડો 20 હજારને પાર કરી શકે છે. તુર્કીમાં અત્યાર સુધી 8 હજાર લોકોને બચાવવામાં આવ્યા છે. રેસ્ક્યૂ ઓપરેશન માટે 24 હજારથી વધારે બચાવ કર્મચારીઓ ત્યાં હાજર છે . આશરે 3 લાખ 80 હજાર લોકોએ સરકારી શેલ્ટર અને હોટલમાં શરણ લીધી છે. રાષ્ટ્રપતિ રિસેપ તૈયપ એર્દોઆને 10 રાજ્યોમાં ત્રણ મહિના માટે ઇમરજન્સી લગાવી દીધી છે.
ભૂકંપના બિહામણા અપડેટ્સની વિગત જોતા
તુર્કીમાં 5,894 લોકોએ જીવ ગુમાવ્યો છે અને 34 હજાર 810થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર મળ્યા છે.સીરિયામાં 1,712 લોકો માર્યા ગયા અને 2 હજારથી વધુ ઘાયલ છે.તુર્કીમાં ત્રણ બ્રિટિશ નાગરિક ગાયબ છે. લગભગ 35 બ્રિટિશ નાગરિક ભૂકંપથી પ્રભાવિત થયા છે.તુર્કીના ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે 11 હજાર 342 બિલ્ડિંગના ધરાશાયી થવાના સમાચાર છેસીરિયાની જેમમાંથી ISIS ના 20 આતંકી ભાગી ગયા છે. જેમની શોધ કરવામાં આવી રહી છે.ઇન્ડિયન એરફોર્સનું C-17 વિમાન 2 NDRF ટીમ, ડોક્ટરો અને રાહત સામગ્રી સાથે ત્યાં પહોંચી ગયું છે.અત્યાર સુધી 243 આફ્ટર શોક્સ, તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.