Published by : Anu Shukla
- મોંઘીદાટ BMW ગાડીમાં અગમ્ય કારણોસર આગ લાગી …
વડોદરાના ભરચક એવા પાદરા હાઈવે પર સાંગમાં ગામ પાસે બી એમ ડબલ્યુ કાર મા ભીષણ આગ લાગી હોવાનો બનાવ બન્યો હતો..
અગમ્ય કારણોસર લાગેલી આગના કારણે જાહેરમાર્ગ ઉપર અફરા-તફરીનો માહોલ સર્જાયો. મોંઘીદાટ કાર જોતજોતામાં અગનગોળામાં ફેરવાઈ ગઇ. લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

બીજી તરફ જાહેર માર્ગ પર BMWમાં લાગેલી આગના કારણે ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પાદરા અને વડોદરા ફાયર વિભાગના જવાનો બનાવની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.
કારમાં આગ લાગતાની સાથે જ કારમાં બેઠેલા બંને વ્યક્તિઓ કાર છોડીને ભાગી છુટ્યા હતા. જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો. આગ ક્યા કારણોસર લાગી હતી તેનું કારણ અકબંધ છે.
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત)




