Published by : Anu Shukla
- કોન્સ્ટેબલ બનતાં જ પિતાને મળવા ખેતરમાં પહોંચી દીકરી
માતાપિતા તેમના બાળકોની સફળતા માટે ખૂબ જ મહેનત કરે છે અને જ્યારે તેઓ પરિણામ મેળવે છે, ત્યારે તેઓ સૌથી વધુ ખુશ થાય છે. એવો જ એક કિસ્સો જેમાં એક છોકરી પોલીસ ઓફિસર બન્યા બાદ પહેલીવાર પોતાના માતા-પિતા પાસે પહોંચી છે.
પોલીસ યુનિફોર્મમાં છોકરી માતા-પિતાને મળી
મોનિકા દિલ્લી પોલીસમાં સબઇન્સપેક્ટરની પોતાની ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પહોંચી પરંતુ તેણીએ પરિવારના સભ્યોને બિલકુલ જણાવ્યુ ન હતુ કે તે આ વખતે તેની સાથે યુનિફોર્મ લઈને આવી છે. તે પહેલા તેની માતાને સંપૂર્ણ યુનિફોર્મમાં મળે છે અને પછી તેના પિતાને મળવા ખેતરમાં જાય છે. તેને પોલીસ યુનિફોર્મમાં જોઈને માતા-પિતાની છાતી ગર્વથી પહોળી થઈ ગઈ. પિતાએ પુત્રીને ખૂબ આશીર્વાદ આપ્યા, જ્યારે માતાએ તેણીને જોતા જ તેને ગળે લગાવી.

માતાપિતા જોઈને ખુશ થયા
પુત્રીને પોલીસ યુનિફોર્મમાં જોઈને માતાએ મોનિકા પુનિયાને ગળે લગાવી હતી. બીજી તરફ પિતાએ જ્યારે જોયું તો તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા અને દીકરીને ખૂબ આશીર્વાદ આપ્યા. આ દરમિયાન તેમણે દરેકને દીકરીઓને સક્ષમ બનાવવાનો સંદેશ પણ આપ્યો હતો. તેણે કહ્યું કે તમારી દીકરીને કંઈક બનાવવા માટે ઘરની બહાર લઈ જાઓ.