Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateભારત સાથે નજીકના સંબંધ રાખવા અમેરીકા અને રશિયા ઉત્સુક...

ભારત સાથે નજીકના સંબંધ રાખવા અમેરીકા અને રશિયા ઉત્સુક…

Published by : Anu Shukla

અમેરિકા અને રશિયા એકબીજાના કટ્ટર વિરોધી દેશો છે તેમ છતાં આ બન્ને દેશો ભારત સાથે નજીકના સંબંધ રાખવા ઈચ્છી રહયા છે..

અમેરિકાના યુરોપીય અને રશિયાઈ મામલાના અતિરિક સચિવ કૈરેન ડોનફ્રાઈડએ તાજેતરમા જણાવ્યુકે, ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદે તેમાં અમેરિકાનો વાંધો નથી. અમે આ મુદ્દે નવી દિલ્હી ઉપર કોઈ પ્રતિબંધ મુકવાના પક્ષમાં નથી. સાથેજ તેમણે એમપણ કહ્યું કે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે યુક્રેનના લોકોને ભારતની માનવતાવાદી સહાયતાની પણ પ્રશંસા કરી અને રશિયાને યુક્રેન સાથેના યુદ્ધને તાત્કાલિક સમાપ્ત કરવા વિનંતી કરી. અમેરિકી અધિકારીએ કહ્યું કે, આ સદીના અંત સુધીમાં રશિયાના તેલ અને ગેસનો ભંડાર અડધો થઈ જશે. અમે માનતા નથી કે પ્રતિબંધોની નીતિને સાર્વત્રિક રીતે પ્રશંસા કરવામાં આવશે. અમે ભારતના પગલાથી સંતુષ્ટ છીએ. રશિયાના બજેટના પતનનું પરિણામ આપણે પહેલાથી જ જોયું છે. તેમણે વધુમાં કહ્યું કે અમે વડા પ્રધાન મોદીના મત સાથે સહમત છીએ કે આ યુદ્ધનો સમય નથી.

આ દરમિયાન રશિયાનું કહેવું છે કે, અમે ભારત સાથેના સંબંધો ખાતર પાકિસ્તાનનું બલિદાન આપવા તૈયાર છીએ. ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે કહ્યું કે, વ્લાદિમીર પુતિનની સરકારે ભારત સાથેના સંબંધોને અકબંધ રાખવા માટે પાકિસ્તાન સાથેના સંરક્ષણ સંબંધોને તોડી નાખ્યા છે. તેમણે કહ્યું કે રશિયા ક્યારેય ભારતને નુકસાન પહોંચાડવાનું કામ નહીં કરે. રશિયાના પ્રધાન સર્ગેઈ લવરોવે અગાઉ કહ્યું હતું કે અમારો દેશ રશિયા સાથે સૈન્ય સંબંધો જાળવી રાખશે. 30 જાન્યુઆરીએ પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો રશિયાના પ્રવાસે ગયા હતા. જો કે રશિયાએ પાકિસ્તાનને સસ્તું તેલ આપવાની ના પાડી દીધી છે. આ સિવાય અત્યાર સુધી કોઈ મોટી ડિફેન્સ ડીલ થઈ નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!