Published by : Vanshika Gor
- સાથે મળી આવતીકાલના વૈશ્વિક પડકારોનો કઈ રીતે સામનો કરવો, નિષ્ણાતોએ કરી પરામર્શ
ભરૂચ ડિસ્ટ્રીકટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા હોટલ હયાત પ્લેસ ખાતે શુક્રવારથી બે દિવસીય 9માં નેશનલ મેનેજમેન્ટ સંમેલનનો પ્રારંભ કરાયો હતો.
ભરૂચ BDMA દ્વારા 9મી નેશનલ મેનેજમેન્ટ કોન્વેનશનનો આજે શુક્રવારે હોટલ હયાત પ્લેસમાં મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટય કરી શુભારંભ કરાયો હતો. ગ્લોબલ ચેલેન્જીસ વિષય ઉપર પેહલા દિવસે ત્રણ વક્તાઓ દ્વારા છણાવટ કરી એકસાથે મળી આવતીકાલના વૈશ્વિક પડકારોને કઈ રીતે પોહચી શકાય તેના ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.

જેમાં વક્તા તરીકે ગુજરાત રાજ્યના પૂર્વ એડિશનલ ચીફ સેક્રેટરી નિવૃત IAS અરવિંદ અગ્રવાલ, આદિત્ય બિરલા ગ્રુપના ગ્લોબલ પલ્પ એન્ડ ફાયબરના COO કલ્યાણ રામ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ વી વી સૂર્યારાવે મુખ્ય વક્તા તરીકે વિસ્તૃત જાણકારી આપી હતી.

ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ પણ ઉપસ્થિત રહી ગ્લોબલ ચેલેન્જીસ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. વાગરા વિધાનસભાના ધારાસભ્ય અને ભરૂચ ડિસ્ટ્રીકટ બેંકના ચેરમેન અરૂણસિંહ રણાએ પણ વૈશ્વિક પડકારો અંગે આપણે કઈ રીતે સજ્જ બની શકીએ તેના પર રજુઆત કરી હતી.
ભરૂચ બીડીએમએના પ્રમુખ અને ચેનલ નર્મદા ડિરેકટર હરીશ જોષીએ સંમેલન અને વિષયનો હેતુ સમજાવી ઉપસ્થિત ઉધોગકારો, નિષ્ણાતો, મહાનુભવો સહિતને જરૂરી જાણકારી આપી આપણે કઈ રીતે સામનો કરવા સજ્જ બનીએ તેના ઉપર પ્રકાશ પાડ્યો હતો.
