Published by : Rana Kajal
PM મોદી આજે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રથમ તબક્કામાં રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે 246 કિલોમીટર સુધીનો એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ એક્સપ્રેસ વે દ્વારા દિલ્હીથી જયપુર પહોંચવામાં ઓછો સમય લાગશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી જયપુરની સફર માત્ર સાડા ત્રણ કલાકમાં જ પુરી થઈ જશે. આ પહેલા જયપુર પહોંચવામાં પાંચ કલાક જેટલો સમય લાગતો હતો.
વડાપ્રધાન કાર્યાલયએ જણાવ્યુ હતું કે આ એક્સપ્રેસ વેના નિર્માણથી સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ મળશે. પીએમ મોદી દૌસા ખાતેથી રૂ. 18,100 કરોડથી વધુના રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે એક્સપ્રેસ વેના અન્ય ત્રણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેએ રાજસ્થાન સુધીનું અંતર કવર કર્યું છે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી છે. વિધાનસભાની ચૂંટણી બાદ આગામી વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે તે પહેલા અહીં એક્સપ્રેસ વેની પ્રજાને ભેટ આપવાની ભાજપની મુખ્ય માળખાકીય સુવિધા તરીકે જોવામાં આવી રહી છે. આ એક્સપ્રેસવેમાં આઠ લેન હશે અને તે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.