Published by : Rana Kajal
કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16ને વિનર મળી ગયો છે. MC Stan લોકોના સૌથી વધુ વોટ મળતા બિગ બોસ 16 ટ્રોફી જીતી છે. આ સાથે જ શિવ ઠાકરે બીજા સ્થાને રહ્યો છે. 4 મહિનાની રસાકસી બાદ આ શોને પોતાનો 16મો વિજેતા મળ્યો છે. બિગ બોસ 16નો ફિનાલે ગઈ કાલે સાંજે 7 કલાકથી શરુ થયો હતો અને 5 કલાક સુધી ચાલ્યો હતો. MC Stan એક જાણીતો રેપર છે અને બિગ બોસ 16 માં આવ્યા પછી તેની લોકપ્રિયતામાં વધારો થયો. વિજેતા બનતા તેને 31 લાખ 80 હજાર રૂપિયા, બિગ બોસ 16ની ટ્રોફી અને Hyundai I 10 Nios કાર મળી છે.આ ફિનાલેમાં સલમાન ખાનનો ડાન્સ પણ જોવા મળ્યો હતો. સલમાન ખાન પણ ટોપ 5 સ્પર્ધકો સાથે ટાસ્ક કરતો અને મજાક કરતો જોવા મળ્યો હતો.




