Published by : Vanshika Gor
અત્યારે મેક ઇન ઇન્ડિયા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. જેમાં મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર કરવામાં આવેલ સેમી હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત 16 કોચ માંથી 8 કોચ બનાવીને દોડતી કરવામાં આવશે. આ મેટ્રો દેશના નાના શહેરોની જોડતી કળી બનશે. નાના શહેરમાં મુસાફરોની સંખ્યા ઓછી હોવાથી નાની મેટ્રો બનાવવામાં આવી છે. 8 કોચની મેટ્રોનું પ્રોડક્શન ચેન્નાઈમા શરુ કરવામાં આવ્યું છે જ્યારે 13 મેટ્રોની અંદરના તમામ પ્રકારના ઇન્ટિરિયર વડોદરામાં ડિઝાઈન કરવામાં આવે છે.
કોઈ પણ વસ્તુ બનાવવાનો આધાર મટીરીયલ સપ્લાય ઉપર હોય છે. ટ્રેન બનાવવા માટે એક જ કંપની મટીરીયલ સપ્લાય કરે છે ત્યારે 8 કોચ માટે મટીરીયલની ડિમાન્ડ બમણી કરવામા આવી છે. ત્યારબાદ જ કાર્ગો કોન્સેપ્ટ શરૂ કરવામા આવશે. વંદે ભારતમાં 8 કોચની ટ્રેન, કાર્ગો અને સ્લીપર કોચ ઉપર કામ કરવામાં આવી રહ્યું છે. મેટ્રોની અંદરના ઇન્ટિરિયરની ડિઝાઈન વડોદરાની કંપની દ્વારા કરવામા આવી છે. જેમાં સ્લીપર કોચમાં માત્ર ઇન્ટિરિયરનો બદલાવ કરવામાં આવ્યો છે. જ્યારે કાર્ગો ટ્રેન માટેની નવી ડિઝાઇન તૈયાર થઈ રહી છે.
રમેશ ધડૂકે રેલવે પ્રધાન અશ્વિનીકુમાર સાથે કરી મુલાકાત પણ કરી હતી આ ઉપરાંત પોરબંદરથી હરિદ્વાર સુધીની ‘સુદામા એક્ષપ્રેસ’ નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. જેથી સૌરાષ્ટ્રના લોકોની ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને હરિદ્વાર જેવા ધાર્મિક સ્થળોએ જવાની સારી સગવડતા મળી રહે તથા શાપુર, સરાડીયા લાઇન ની 2011 માં મંજૂરી મળેલ છે જેને વહેલી તકે કામગીરી શરૂ કરવાની રજુઆત પણ કરવામાં આવી હતી.
રાજકોટ વેરાવળ વાંસઝાળિયાથી જેતલસર સાપુર સરાડીયા ફ્રીઝ કરેલ રેલ લાઈનને ફરીથી શરૂ કરવાની રૂબરૂ તેમજ લેખિતમાં રજુઆત કરવામાં આવી છે. આ વહેલી તકે રેલ મંત્રી અશ્વિનીકુમાર તરફથી સાનુકૂળ પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.