ભારતમાં દારૂનું સેવન ઝડપથી વધી રહ્યું છે. નવા વર્ષના પાંચ દિવસમાં દારૂના વેચાણ પરથી આનો અંદાજ લગાવી શકાય છે. અહેવાલ મુજબ, ભારતના લોકો વિદેશી દારૂ પીવાનું પસંદ કરે છે. તેનું કારણ એ છે કે બ્રિટનના સ્કોચ માટે ભારત સૌથી મોટું બજાર બની ગયું છે. એક વર્ષમાં ભારતીયોએ બ્રિટનમાંથી 219 મિલિયન સ્કોચ વ્હિસ્કીનો વપરાશ કર્યો હતો. આ મામલે ભારતીયોએ ફ્રાન્સને પણ પાછળ છોડી દીધું છે.
સ્કોચ વ્હિસ્કી એસોસિએશન (SWA) એ જણાવ્યું હતું કે ભારતે ગયા વર્ષે 700 ml સ્કોચ વ્હિસ્કીની 219 મિલિયન બોટલ આયાત કરી હતી, જ્યારે ફ્રાન્સે 205 મિલિયન બોટલની આયાત કરી હતી. ભારતીય સ્કોચ માર્કેટ છેલ્લા દાયકામાં 200 ટકાથી વધુ વૃદ્ધિ પામ્યું છે. આ સાથે ભારતે સ્કોચ વ્હિસ્કીની આયાતના મામલે ફ્રાન્સને પાછળ છોડી દીધું છે.
બ્રિટનની સ્કોચ વ્હિસ્કીની સૌથી વધુ માંગ ફ્રાન્સના માર્કેટમાં હતી. અહીંના લોકો બ્રિટિશ વાઇનને ખૂબ પસંદ કરતા હતા. હવે 2022ના રિપોર્ટમાં સામે આવ્યું છે કે ફ્રાંસને પાછળ છોડીને ભારતે બ્રિટનની 219 મિલિયન સ્કોચ વ્હિસ્કીની બોટલો ખાલી કરી છે. તે જ સમયે, બ્રિટનથી સ્કોચ વ્હિસ્કીની આયાતમાં પણ લગભગ 60 ટકાનો વધારો થયો છે.