Published by : Anu Shukla
- સના રામચંદ ગુલવાનીએ પાકિસ્તાનની પહેલી હિન્દુ મહિલા સિલિવ સર્વન્ટ બનીને તેના માં-બાપનું નામ રોશન કરી દીધું છે.
પાકિસ્તાનની એક હિન્દુ મહિલાએ ઈતિહાસ રચ્યો છે. સના રામચંદ ગુલવાનીએ પાકિસ્તાનની પ્રથમ મહિલા પબ્લિક સર્વન્ટ બનીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાનની પ્રથમ હિંદુ મહિલા સિવિલ સર્વન્ટ, ડૉ. સના હાલમાં પંજાબ પ્રાંતના હસન અબ્દાલ શહેરમાં આસિસ્ટન્ટ કમિશનર અને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત છે.
સેન્ટ્રલ સુપિરિયર સર્વિસિસ (CSS) પરીક્ષામાં ડૉ. સના રામચંદ ગુલવાની (27) 2020 પાસ કર્યા પછી પાકિસ્તાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (PAS)માં જોડાયા હતા. તેણે તેના પ્રથમ પ્રયાસમાં જ સફળતા મેળવી હતી. સના હિંદુ સમુદાયની પ્રથમ પાકિસ્તાની મહિલા છે જેણે ભાગલા પછી સિવિલ પરીક્ષા પાસ કરી છે. સના ગુલવાનીએ એટોક જિલ્લાના હસનાબદલ નગરના સહાયક કમિશનર અને પ્રશાસક તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. સના ગુલવાની સિંધ પ્રાંતના શિકારપુર શહેરમાં મોટી થઈ છે. ગુલવાની આ પહેલા ડોક્ટર બની ચૂકી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં જોડાતા પહેલા તે તેના માતા-પિતાની ઈચ્છા પૂરી કરવા માટે ડોક્ટર બની હતી. સના રામચંદ્ર ગુલવાનીએ તેણીની પરીક્ષા પાસ કર્યા પછી કહ્યું, હતું કે “મને ખબર નથી કે હું સિવિલ પરીક્ષા પાસ કરનારી પ્રથમ હિંદુ મહિલા છું કે નહીં, પરંતુ મેં ક્યારેય મારા સમુદાયની કોઈ મહિલાને સિવિલ પરીક્ષામાં બેસતી હોવાનું સાંભળ્યું નથી.