Published by : Rana Kajal
- ઈ-કોમર્સ બિઝનેસનો વ્યાપ વધતા બજારો ગ્રાહકો વિના સુમસાન
અંકલેશ્વરમાં વેલેન્ટાઈન ડેને લઈ ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોમાં વધારો થતાં ગીફ્ટ શોપ ધારકોને વ્યાપક નુકશાન થઈ રહ્યું છે

સાંપ્રત સમયમાં લોકો ડિજિટલ લાગણીઓ થકી તહેવારો ઉજવણી રહ્યા છે વેલેન્ટાઇન ડે નિમિત્તે ગિફ્ટ,ફૂલોના માર્કેટમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.કાર્ડ અને ગિફ્ટ આર્ટિકલ્સ ખરીદવા માટે યંગસ્ટર્સ વધારે રુચિ રાખતા હોય છે. પરંતું આજના આધુનિક યુગમાં ઓનલાઈન શોપિંગમાં વધારો થતાં ગીફ્ટ શોપ ધારકોને કંઇક અંશે નુકશાની વેઠવી પડી રહી છે અંકલેશ્વરમાં પણ વેલેન્ટાઈન ડેને લઈ ઈ-કોમર્સ વ્યાપારનો વધતો ક્રેઝ ગીફ્ટ શોપ ધારકોને ચિંતામાં મૂકી દીધા છે.વેલેન્ટાઈન ડેને લઈ ઓનલાઈન શોપિંગ કરતા ગ્રાહકોમાં વધારો થતાં ગીફ્ટ શોપ ધારકોને વ્યપાક નુકશાન થઈ રહ્યું છે ગિફટ શોપમાં વિવિધ પ્રકારની વીંટી, ઘડિયાળ અને પરફ્યૂમ, ટેડી, ચોકલેટ તેમજ લેડઝિ એસેસરીઝનું વિપુલ પ્રમાણમાં વેચાણ થતું હોય છે પરંતુ ઈ કોમર્સ બિઝનેસનો વ્યાપ વધતા બજારો ગ્રાહકો વિના સુમસાન બન્યા છે જેને લઇ વેપારીઓ ચિંતામાં મુકાયા છે ત્યારે પ્રેમની પ્રતીતિના ભાગરૂપે રેડ રોઝ અપાતા હોય છે તેના વેચાણમાં પણ મંદી આવી હોવાનુ જણાયું હતુ.જેના પરથી કહી શકાય કે હવે પ્રેમની લાગણીઓ પણ ઓનલાઈન થઇ છે આજે પ્રેમી પંખીડાઓએ પણ ડીજીટલ માધ્યમો થકી એકમેકને ઓનલાઇન લાગણી વ્યક્ત કરી હતી.