૧૫મી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અંકલેશ્વર નગર પાલિકા દ્વારા પાલિકા કચેરીને વિવિધ લાઈટોથી શણગારવામાં આવી હતી અને પાલિકાના પટાંગણમાં ફૂલોથી બનાવેલ તિરંગો બનાવવામાં આવ્યો હતો.

તિરંગો લાઈટીંગને લઇ રાતના સમયે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું આ સ્થળે નગરજનોએ સેલ્ફી પોઈન્ટ બનાવી દીધો હતો અને ફોટોગ્રાફ્સ કરી મજા માણી હતી.