- ટ્રક સહિત સામાન બળીને ખાખ
આજરોજ વહેલી સવારે જંબુસર તાલુકાના મંગળાદ આમોદ ગામ વચ્ચે એક ટ્રકમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી જવા પામી હતી
પ્રાપ્ત ઘટના સ્થળની માહિતી અનુસાર આજરોજ વહેલી સવારે એક ટ્રક લાકડાનું ખોળ ભરીને જઈ રહી હતી દરમિયાન ટ્રકમાં વહેલી સવારે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારે ટ્રકમાં ભીષણ આગ લાગતા રસ્તા પર રાહદારિયો ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક આગ ઓલવવા ના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ ટ્રકમાં લાકડાની ખોર હોઈ આગ તુરંત જ સમગ્ર ટ્રકમાં ફેલાઈ ગઈ હતી.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/02/IMG-20230215-WA0008-1024x565.jpg)
જોતજોતામાં ટ્રકમાં લઈ જવામાં આવતો તમામ લાકડાના ખોર નો સામાન બળીને ખાખ થઈ ગયો હતો અને ટ્રક પણ સંપૂર્ણ સળગી ગઈ હતી. સમય સૂચકતા વાપરી ટ્રક નો ડ્રાઈવર અને ક્લીનર નીચે ઉતરી જતાં બંને નો બચાવ થયો હતો. પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.