Published by : Vanshika Gor
- અફરાતફરીનુ વાતાવરણ ફેલાયું….
- આજે સવારના સમયે ઈન્દીરા નગર ઝૂપડપટ્ટીમાં આગ લાગી હતી. જેના પગલે અફરાતફરીનુ વાતાવરણ છવાઈ ગયું હતું…
ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આગ લાગવાની સતત ત્રીજી ઘટના આજે બપોર સુધી સામે આવી હતી. ભરૂચના સ્ટેશન રોડને અડીને આવેલ ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી વિસ્તારમાં આજરોજ એક મકાનમાં આગ ફાટી નીકળતા ભારે નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. મકાનમાં અચાનક ફાટી નીકળેલ આગનાં ધુમાડા દુરદૂર સુધી જોવા મળતા એક સમયે ઉપસ્થિત લોકોમાં ગભરાટનો માહોલ છવાયો હતો.

મકાનમાં લાગેલ આગની ઘટનામાં ઘરની અંદર રહેલ ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી તો બીજી તરફ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લશ્કરો એ તાત્કાલિક બે જેટલાં લાયબંબા લઈ ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવતા ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો, જોકે સમગ્ર ઘટનાક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.




