Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateવર-વધૂ શોધવા માટેની 3 હજાર કરોડની ઈન્ડસ્ટ્રી ….

વર-વધૂ શોધવા માટેની 3 હજાર કરોડની ઈન્ડસ્ટ્રી ….

Published by : Anu Shukla

  • કોઇ સારી કન્યા હોય તો બતાવજો…કોઇ સારો યુવક હોય તો કહેજો…
  • પહેલી મેટ્રોમોનિયલ સાઈટ વર્ષ 2000માં આવી હતી….
  • પ્રેમી લેખકે ખોલ્યો હતો વિશ્વનો પહેલો મેરેજ બ્યૂરો….

આજના આ સમયમા વાલીઓ પોતાના સંતાનોના લગ્ન અંગે વીતેલા વર્ષો કરતા વધૂ ચિંતિત છે. તેનુ કારણ માત્ર એ છે કે સમાજમાં યુવક અને યુવતીઓની સંખ્યામા અસમતુલતા જણાઈ રહી છે. લગભગ દરેક સમાજમા યુવકો કરતા યુવતીઓની સંખ્યા ઓછી છે ..

હાલ પરિવારનાં સભ્યો સગા-સંબંધીઓ, મિત્રો અથવા કોઈપણ એપની મદદથી પોતાનું ઘર વસાવવાનું સૌ કોઇ વિચારી રહ્યા છે . ક્યાંક વાળંદ-પંડિતથી માંડીને કાકા-મોસા તો અને વ્યાવસાયિક એજન્ટો આ કામમાં લાગેલા છે.નવી પેઢી નવી ટેક્નોલોજીની મદદથી ઘર વસાવવાની વ્યવસ્થા કરી રહયા છે આ એક યોગાનુયોગ છે કે, ‘લવ વીક’ પૂરું થયા પછી તરત જ લગ્નો શરૂ થઈ રહ્યા છે. જેમણે ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન મેળવ્યું નથી, તેમના માટે લગ્નની આ સિઝન ભેટ તરીકે આવશે. લગ્ન અંગે સંબંધો કેવી રીતે શોધવા? થોડા સમય પહેલા, જ્યારે ‘દુલ્હન વહી જો પાઠક જી દિલવાયે’ જેવી જાહેરાતો દિલ્હીની દિવાલો પર ચોંટાડવામાં આવતી હતી.આજે પણ, ઘણી એપ્સ અને મેટ્રિમોનિયલ વેબસાઇટ્સ ઇચ્છિત પાર્ટનર આપવાનું વચન આપે છે. જૂના જમાનામાં આ જવાબદારી વડીલોના ખભા પર રહેતી. જૉકે ક્યાંક વરરાજાઓનો મેળો ભરાય છે તો ક્યાંક સંબંધ શોધવાનું કામ નાઈઓ કરે છે.ઍક રિપોર્ટ અનુસાર દેશમાં ઓનલાઈન મેચમેકિંગ ઈન્ડસ્ટ્રીનો બિઝનેસ 3 હજાર કરોડથી વધુનો છે. આનો મોટો હિસ્સો મધ્યમ અને નાના શહેરોનો છે. ગામડાઓમાં પણ ઓનલાઈન મેચમેકિંગ દ્વારા સંબંધ શોધવાનું ચલણ વધ્યું છે. મોટા શહેરોમાંથી કાર્યરત મેચમેકિંગ સાઇટ્સ ગામડાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની જરૂરિયાતો અને માન્યતાઓનું ધ્યાન રાખે છે. જાતિ-ધર્મથી માંડીને મિશ્ર કુળો સુધીના અનેક વિકલ્પો છે. હવે આવી વર્ષ 2000ની આસપાસ દેશમાં પહેલી મેટ્રિમોનિયલ સાઇટ શરૂ કરવામાં આવી હતી.અગાઉ, મેરેજ બ્યુરોની વેબસાઈટ બનાવવામાં આવતી હતી પરંતુ, તે માત્ર જાહેરાત જ કરતી હતી. ઓનલાઈન સેવા આપતી નહોતી. આ પછી લગ્નની વેબસાઇટ્સ અને મેટ્રિમોનિયલ એપ્સનું પૂર આવ્યું. મેચમેકિંગની ઓનલાઈન પદ્ધતિ સૌથી સરળ અને સસ્તી હતી. જેના કારણે તે દિવસે ને દિવસે લોકપ્રિય થતી ગઈ.
દેશમાં હાલમાં 2600થી વધુ એક્ટિવ મેચમેકિંગ વેબસાઇટ્સ અને હજારો એપ્સ છે. તેની સંખ્યા દિવસે-દિવસે વધી રહી છે. મેટ્રિમોનિયલ વેબસાઈટ આવી છતાં પણ આજે હજુ દેશમાં જૂના જમાનાની રીતે સમૂહ લગ્નો થાય છે. જૉકે હાલ માત્ર ભારતમાજ નહીં પરંતુ વિશ્વમાં લગ્ન જેવી સામાજિક સંસ્થાનું સ્વરૂપ ઝડપથી બદલાતું જાય છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!