Published by : Rana Kajal
કાશ્મીર માંથી લિથિયમ ધાતુ મળી આવેલ છે હવે કચ્છમાંથી પણ મળી આવે તેવી શક્યતા…ખૂબ દૂર્લભ ધાતુ ઍવી લિથિયમ ધાતુ જમ્મુ- કાશ્મીરમાં મળી આવેલ છે. લિથિયમનો મોટો જથ્થો ભારતીય ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણ (GSI) ની ટીમને લાગ્યો છે. પ્રકૃતિની સૌથી હલકી ધાતુઓ પૈકીની એક લિથિયમ પ્રકૃતિની સૌથી હલકી ધાતુ છે. અન્ય પદાર્થો સાથે તે ઝડપથી રસાયણિક ક્રિયા કરે છે. તેને હવામાં રાખવામાંઆવે તો ઓક્સિજન સાથે રસાયણિક ક્રિયાથી સળગવા માંડે છે. તેના કારણે જ આ ધાતુને તેલમાં રાખવામાં આવે છે. તે શુદ્ધ રૂપમાં મળતુ નથી. તે ધાતુ હોવા છતાં ચાકુથી તેને કાપી શકાય તેવુ નરમ હોય છે. તેનો ઉપયોગ બેટરી, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને એરોસ્પેસના સાધનોમાં થાય છે….