Published by : Anu Shukla
- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ પર પ્રથમ પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું
- ભારતે 3 સ્તંભોની સ્થાપના કરી, પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન વધારવું, અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવો અને ગેસ આધારિત અર્થતંત્ર સાથે આગળ વધવું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથ પર પ્રથમ પોસ્ટ-બજેટ વેબિનારને સંબોધિત કર્યું હતું. જેમાં તેમને ભારતના નવીનીકરણ ઉર્જાની દિશામાં વિકાસ તેમજ આ વખતના ગ્રીન ગ્રીથ બજેટ વિશે વાત કરી હતી. ગ્રીન ગ્રોથ પરના બજેટ પછીના પ્રથમ વેબિનારમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ બજેટ વૈશ્વિક ગ્રીન એનર્જી માર્કેટમાં ભારતને અગ્રણી સ્થાન સુધી લઇ જશે. તેમજ હું ઉર્જા ક્ષેત્રના તમામ હિતધારકોને ભારતમાં રોકાણ કરવા આમંત્રણ આપું છું.
2014 થી, ભારત નવીનીકરણીય ક્ષમતા વધારામાં સૌથી ઝડપી: મોદી
તેમણે આ સંબોધનમાં કહ્યું હતું કે, હરિયાળી વિકાસ તરફ ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં ઇથેનોલ મિશ્રણ, પીએમ કુસુમ યોજના, સૌર ઉત્પાદનને પ્રોત્સાહન, રૂફટોપ સોલાર યોજના, કોલ ગેસિફિકેશન, EV બેટરી સ્ટોરેજનો સમાવેશ થાય છે. તેમજ તેમની વાત આગળ વધારતા કહ્યું કે, “હરિયાળી વૃદ્ધિ માટે આ વર્ષના બજેટમાં કરાયેલી જોગવાઈઓ એક રીતે આપણી આવનારી પેઢીઓ માટે ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનો પથ્થર છે. 2014 થી, ભારત નવીનીકરણીય ક્ષમતા વધારામાં સૌથી ઝડપી રહ્યું છે.
હરિત વિકાસ અને ઉર્જા સંક્રમણ માટે, ભારતે 3 સ્તંભોની સ્થાપના કરી: મોદી
પુનઃપ્રાપ્ય ઉર્જાની વાતને લઇ પ્રધાનમંત્રી મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, “હરિત વિકાસ અને ઉર્જા સંક્રમણ માટે, ભારતે 3 સ્તંભોની સ્થાપના કરી છે જેમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનું ઉત્પાદન વધારવું, અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવો અને ગેસ આધારિત અર્થતંત્ર સાથે આગળ વધવું શામેલ છે.”