Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateરિયલ લાઈફમાં ‘અનુપમા’ સિરિયલની  સ્ટોરી દર્શાવતો વાસ્તવિક કિસ્સો...

રિયલ લાઈફમાં ‘અનુપમા’ સિરિયલની  સ્ટોરી દર્શાવતો વાસ્તવિક કિસ્સો…

Published By : Anu Shukla

  • 10 મહિનાના પુત્રને પડોશી પાસે છોડી ચાલી ગઈ માતા, 10 વર્ષ બાદ પરત માંગતા કોર્ટે આપ્યો આ ચુકાદો

દિલ્હીની કોર્ટમાં એક સ્ટાર પ્લસની સીરિયલ અનુપમા જેવો જ એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. બાળકને જન્મ આપનારી મહિલા 10 મહિનાના બાળકને છોડીને ગુમ થઈ ગઈ હતી. પડોશમાં રહેતી અન્ય એક મહિલાએ આ 10 મહિનાના બાળકને ઉછેર્યો, મોટો કર્યો હતો પરંતુ હવે મહિલા દસ વર્ષ બાદ પરત આવી છે. હવે આ મહિલાએ પુત્રને પાછો માંગ્યો છે તો સામે પક્ષે બાળકનો ઉછેર કરનાર દંપતિએ તેને પરત કરવાનો ઇનકાર કર્યો છે.

આ પછી બાળકની માતાએ પોલીસમાં ફરિયાદ કરી. ત્યારબાદ પોલીસે બાળકને બાળ સુધારણા સમિતિને સોંપ્યો હતો. નવાઈની વાત એ છે કે મહિલા ફરી ગુમ થઈ ગઈ. મહિલાને કોર્ટ દ્વારા ઘણી વખત હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી પરંતુ પોલીસે કોર્ટને કહ્યું કે મહિલાએ ખોટું સરનામું લખ્યું છે. પોલીસે કોર્ટને એમ પણ જણાવ્યું કે મહિલાનો મોબાઈલ નંબર પણ સ્વીચ ઓફ હતો અને તેના કારણે બાળકને સાત મહિના સુધી ચિલ્ડ્રન હોમમાં રાખવો પડ્યો હતો.

બાળક મારૂં છે : મહિલા

બાળકનો ઉછેર કરનાર મહિલાએ જણાવ્યું કે જે મહિલા બાળકને પોતાનો દાવો કરી રહી છે તે વાસ્તવમાં તેની માતા છે. દંપતિએ ઘટના વિશે જણાવ્યું કે, ’10 વર્ષ પહેલા મહિલા પાડોશમાં ભાડાના મકાનમાં રહેતી હતી અને તેનો પતિ બહાર ક્યાંક કામ કરતો હતો. 12 ઓક્ટોબર 2012ના રોજ મહિલા મારા ઘરે આવી હતી અને તેના 10 મહિનાના બાળકને હું થોડીવારમાં આવીશ તેમ કહીને ત્યાંથી નીકળી હતી, પરંતુ તે ફરી પાછા આવ્યા જ નથી.

કોર્ટે બાળક દંપતીને સોંપ્યું :

મહિલાએ વધુમાં કહ્યું ‘અમે મહિલા અને બાળક વિશે સંબંધિત પોલીસ સ્ટેશનને પણ જાણ કરી હતી. અમે તે બાળકની પણ અમારા પોતાના બે બાળકોની જેમ સંભાળ રાખવાનું શરૂ કર્યું પરંતુ ઓગસ્ટ 2022માં મહિલા અચાનક પાછી આવી અને તેણે આગ્રહ કર્યો કે તે તેના બાળકને તેની સાથે લઈ જશે. અંતે, મામલો કોર્ટમાં પહોંચ્યો, જ્યાંથી બાળક તે જ દંપતીને સોંપવામાં આવ્યું જેણે તેને ઉછેર્યો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!