Published by : Vanshika Gor
- અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો…જેમાં પાંચ વ્યક્તિઓના મોત નીપજ્યા છે.મૃતકોમાં ત્રણ બાળકો સમાવિષ્ટ છે.
મળતી વિગતો અનુસાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પાદરા તાલુકાના લોલા ગામના રહીશો રિક્ષા મારફતે ઘરે પરત ફરી રહ્યા હતા દરમિયાન પાદરા તરફથી પૂરપાટ વેગે આવતી એક કારના ચાલકે રિક્ષાને અડફેટમાં લીધી હતી..અકસ્માતના પગલે 3 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા જ્યારે બે ના સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. મૃતકોમાં પતિ પત્ની અને 3 બાળકોનો સમાવેશ થાય છે. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે એસ. એસ.જી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા…અકસ્માતના પગલે પરિવારજનોમાં ગમગીની ફેલાઇ જવા પામી છે.
મૃતકોના નામ
ઘટના સ્થળે ત્રણના મોત
અરવિંદ પૂનમ નાયક ઉવ 28
કાજલ અરવિંદ નાયક ઉવ 25
શિવાની અલ્પેશ નાયક ઉવ 12
હોસ્પિટલમાં બેના મોત
ગણેશ અરવિંદ નાયક ઉવ 5
દ્રષ્ટિ અરવિંદ નાયક ઉવ 6
ઇજાગ્રસ્ત એક બાળક સારવાર હેઠળ
આર્યન અરવિંદ નાયક ઉવ 8
(ઇનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)




