Published by: Rana kajal
રાજયમાં હાલના દિવસોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ ઘણી વધી ગઈ છે.વાહનચાલકો આવી ગભીર ધટના બાદ પણ ફરાર થઈ જાય છે. તેવામાં સુરત મહા નગરમા રમત રમતા માસુમ બાળકને વાહને અડફટમાં લઈ તેનું મોત નિપજાવ્યું હોય તેવી કરુણ ધટનાની વિગતો સપાટી પર આવી રહી છે…
સુરત નગરના ગોડાદરા વિસ્તારમાં ઍક નાની બાળકી રમતા રમતા ખૂણાના વિસ્તારમા પહોંચે છે. તેવામા યમદૂત સ્વરૂપે આવતી ઇકો સપોર્ટ કાર બાળકીને અડફ્ટમાં લઈ ગભીર ઈજાઓ પહોંચાડી માસૂમ બાળકીનું મોત નીપજાવી વાહન ચાલક ફરાર થઈ જાય છે મળેલ સીસીટીવી ફૂટેજ જોતા વાહન ચાલક બેદરકારીથી વાહન ચલાવતો હોવાનુ સ્પષ્ટ રીતે જણાઈ આવે છે.આ ધટના અંગે ગોડાદરા પોલીસ તપાસ કરી રહી છે ત્યારે સુરત પોલીસ દ્વારા હિટ એન્ડ રન જેવી ઘટનાઓ અને સાથેજ આવા માસૂમ બાળકોના જીવનની રક્ષા કાજે અભીયાન ચલાવી બેદરકારીથી વાહન હંકારતા વાહન ચાલકો સામે પગલા લેવા જોઈએ તેવી લોકમાંગ ઉભી થઇ છે.